પંચમહાલ : NEETની પરીક્ષામાં ચોરી કરવાના કેસમાં સંડોવાયેલા વધુ બે આરોપીની અટકાયત

|

May 12, 2024 | 3:03 PM

પંચમહાલમાં NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના ચકચારી કૌભાંડ કેસમાં ફરાર મુખ્ય આરોપી તુષાર ભટ્ટને પોલીસે ઝડપી પાડ્યો છે. તુષાર ભટ્ટને 7 લાખ રોકડ આપનાર આરીફ વોરાની પણ અટકાયત થઈ છે. બન્ને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે. પોલીસ અધિક્ષક કચેરી ખાતે બંને આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરાઇ છે.

પંચમહાલમાં NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના ચકચારી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત કરવામાં આવી છે. ફરાર મુખ્ય આરોપી તુષાર ભટ્ટને પોલીસે ઝડપી પાડ્યો છે. તુષાર ભટ્ટને 7 લાખ રોકડ આપનાર આરીફ વોરાની પણ અટકાયત થઈ છે.

બન્ને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે. પોલીસ અધિક્ષક કચેરી ખાતે બંને આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરાઇ છે. NEETની પરીક્ષામાં ચોરીની તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે.

જેમાં જીલ્લા પોલીસ વડા, ગોધરાના DySP, બે PI અને PSIનો સમાવેશ થાય છે, ત્યારે આ કેસમાં વધુ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ભાજપ લઘુમતિ મોરચાના જિલ્લા ઉપપ્રમુખ આરીફ વોરાની મુખ્ય આરોપી તુષાર ભટ્ટ સાથે સંડોવણી ખુલતાં બંનેની પોલીસે અટકાયત કરી છે.

(With Input : Nikunj Patel)

આ પણ વાંચો Panchmahal : NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ શરુ કરશે તપાસનો ધમધમાટ, જુઓ Video

Next Video