Panchmahal Video : ગોધરામાં સ્માર્ટ મીટર ધારકને આવ્યું લાખો રુપિયાનું બીલ, MGVCL ઓફિસ પર ગ્રાહકોએ કર્યો વિરોધ

|

Jun 13, 2024 | 3:28 PM

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે. ત્યારે ફરી એક વાર સ્માર્ટ મીટર ધારકને લાખોનું બીલ આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. પંચમહાલના ગોધરામાં સ્માર્ટ મીટર ધારકને લાખોનું બીલ આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે. ત્યારે ફરી એક વાર સ્માર્ટ મીટર ધારકને લાખોનું બીલ આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. પંચમહાલના ગોધરામાં સ્માર્ટ મીટર ધારકને 1 લાખથી વધુ બિલ આવ્યું છે. ગોધરામાં MGVCLના સ્માર્ટ મીટર ધારકના સ્માર્ટ મીટરની મોબાઈલ એપ્લિકેશનમાં 1 લાખથી વધુનું બિલ આવ્યું છે.

MGVCL વર્તુળ કચેરીના મુખ્ય ઇજનેરને ગ્રાહકોએ કરી ઉગ્ર રજૂઆત કરી છે. ગોધરામાં 7 હજારથી વધુ લોકોની સ્માર્ટ મીટરની મોબાઈલ એપ્લિકેશન બંધ છે. ટેકનિકલ ક્ષતિના લીધે બિલ આવ્યું હોવાની મુખ્ય ઇજનેરે કબુલાત કરી હોવાનું સામે આવ્યુ છે.

વડોદરામાં પણ બની હતી આવી ઘટના

બીજી તરફ વડોદરામાં સ્માર્ટ મીટરમાં લાખોનું બિલ આવતા વિવાદ સર્જાયો હતો. MGVCL દ્વારા ભાડૂતને 9 લાખ 24 હજાર 254 રૂપિયાનું વીજ બિલ આપ્યું હતુ. છેલ્લા ઘણા વખતથી મકાનનું દર બે મહિનાનું એવરેજ બિલ 1500થી 2000 રુપિયા આવતુ હતુ.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:25 pm, Thu, 13 June 24

Next Video