Panchmahal : ગોધરાથી ઉમરાહ કરવા સાઉદી અરેબિયા ગયેલા 23 લોકો ફસાયા, ટ્રાવેલ એજન્ટો ફરાર, જુઓ Video
ધાર્મિક પ્રવાસના નામે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. ત્યારે ગોધરાના મુસ્લિમ આગેવાનોએ પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડને રજૂઆત કરી છે, તો સાંસદે વિદેશ મંત્રાલય સહિત અન્ય સ્થળે ઝડપથી રજૂઆત કરીને ફસાયેલા લોકોને પરત લાવવાની વ્યવસ્થા ગોઠવવાનું આશ્વાસન આપ્યું છે.
Panchmahal : ગોધરાના પશ્ચિમ વિસ્તારના 23 લોકો ઉમરાહ માટે સાઉદી અરેબિયા (Saudi Arabia) જઈને એજન્ટના પાપે ફસાઈ ગયા છે. ગોધરાની અલ હયાત ટુર એજન્સીના વિઝા સહિતના ડોક્યુમેન્ટ બોગસ હતા. તેથી પહેલા તો મુસાફરો બે દિવસ મુંબઈ એરપોર્ટ અટવાયા છે. જે બાદ એજન્ટે કોઈ તરકીબ અજમાવીને આગળ મોકલતા જીદ્દાહમાં વધુ મુશ્કેલીઓ સહન કરવી પડી છે. ત્યાંની હોટલના સંચાલકોએ સૌને બહાર કાઢી મુકતા ખુલ્લા ગ્રાઉન્ડમાં 3થી 4 દિવસ પસાર કરવા પડ્યા છે.
આ ઘટનાક્રમ વચ્ચે ગોધરાની અલ હયાત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોએ ઓફિસ અને ફોન બંધ કરી દીધા છે. આ ટ્રાવેલ્સ સંચાલકોએ બીજા લોટમાં ઉમરાહ જનારા અનેક વ્યક્તિઓ પાસેથી 70 થી 80 હજાર ઉઘરાવી લીધા છે. મક્કામાં ફસાયેલા 23 લોકો અને અહીં પૈસા ગુમાવનારા સંખ્યાબંધ લોકો હવે પોલીસ અને આગેવાનોને અરજી કરીને રૂપિયા પરત આવે તેવી માગણી કરી રહ્યા છે.
ધાર્મિક પ્રવાસના નામે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. ત્યારે ગોધરાના મુસ્લિમ આગેવાનોએ પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડને રજૂઆત કરી છે, તો સાંસદે વિદેશ મંત્રાલય સહિત અન્ય સ્થળે ઝડપથી રજૂઆત કરીને ફસાયેલા લોકોને પરત લાવવાની વ્યવસ્થા ગોઠવવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે જ ઠગાઈ આચરનારા એજન્ટ પાસેથી રૂપિયા પરત મળે તે માટે પોલીસને પણ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
