Rain News : ઉપરવાસમાં વરસાદથી પાનમ ડેમમાં પાણીની આવક, કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ, જુઓ Video

Rain News : ઉપરવાસમાં વરસાદથી પાનમ ડેમમાં પાણીની આવક, કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 01, 2025 | 3:07 PM

ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જળાશયો પણ પાણીથી છલકાઈ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પાનમ ડેમમાં પાણીની આવક થઈ છે. પાનમ ડેમમાં 9 હજાર 120 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જળાશયો પણ પાણીથી છલકાઈ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પાનમ ડેમમાં પાણીની આવક થઈ છે. પાનમ ડેમમાં 9 હજાર 120 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમનું રુલ લેવલ જાળવવા માટે 9 હજાર 968 ક્યુસેક પાણી છોડાયું છે. પાનમ ડેમમાં પાણી આવક થતા ડેમના 2 ગેટ 1.20 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. પાનમ નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પાનમ નદીકાંઠાના વિસ્તારોના ગામોને એલર્ટ !

પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ છે. પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે હાલમાં ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેથી લોકોને નદી પાસે ન જવા માટે તંત્રએ અપીલ કરી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 01, 2025 03:04 PM