પાલનપુર RTO ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ અને વચેટીયાને લાંચ લેતા ACB એ ઝડપી લીધા

પાલનપુર RTO ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ અને વચેટીયાને લાંચ લેતા ACB એ ઝડપી લીધા

| Edited By: | Updated on: Mar 08, 2024 | 9:52 AM

બનાસકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓએ જાણે કે માઝા મુકી છે. ACBએ પણ સપાટો બોલાવતા એક બાદ એક વધુ ટ્રેપ કરીને ભ્રષ્ટાચારી કર્મચારીને ઝડપી લીધો છે. RTO ઇન્સ્પેક્ટર અંકિત પંચાલને ACB એ છટકું ગોઠવીને ઝડપી લીધો છે. ગલબાભાઈની પ્રતિમા પાસે વચેટીયો લાંચની રકમ લેતા છટકાંમાં એસીબીએ ઝડપ્યો હતો.

ACB એ છટકું ગોઠવીને કાર્યવાહી હાથ ધરતા પાલનપુર RTO ઈન્સ્પેક્ટરને ઝડપી લીધો છે. RTO એજન્ટ પોતાના ક્લાયન્ટના કામકાજ માટે કચેરીમાં જતો હતો. આ દરમિયાન ઇન્સ્પેક્ટર અંકિત પંચાલે તેમના એક બીલને ચૂકવી આપવા માટે જણાવેલ હતું. આ રકમ ના ચૂકવાય ત્યાં સુધી એજન્ટનું કામ પેન્ડીંગ રહેવા દીધુ હતુ. આ દરમિયાન એજન્ટે બીલની રકમ આપવાની સહમતી દર્શાવીને ACB માં ફરિયાદ નોંધાવતા છટકું ગોઠવવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રથમવાર હિંમતનગરમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પુસ્તકનું વિતરણ

લાંચની રકમ તેમના વચેટીયા દ્વારા આપવા માટે કરી હતી. જેને લઈ વચેટીયો ભરત પટેલ ગઠામણ દરવાજા પાસે લાંચની રકમ લેવા માટે આવ્યો હતો. જ્યાં ગલબાભાઈ ચૌધરીની પ્રતિમા પાસે જ જાહેર માર્ગ પર ભરત પટેલે લાંચની રકમ સ્વિકારી હતી. એસીબીએ ભરત પટેલને અને અંકિત પટેલને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો