Vadodara : આખરે પાદરાના ચકચારી લવ જેહાદ કેસનો આરોપી ઝડપાયો, મિત્રતા કરી વિધર્મીએ આચર્યું હતુ દુષ્કર્મ

Vadodara : આખરે પાદરાના ચકચારી લવ જેહાદ કેસનો આરોપી ઝડપાયો, મિત્રતા કરી વિધર્મીએ આચર્યું હતુ દુષ્કર્મ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 9:32 AM

પાદરા પોલીસે બાતમીના આધારે અલાઉદ્દીનની ધરપકડ કરી છે. કંપનીમાં સાથે નોકરી કરતી યુવતી સાથે મિત્રતા આચરીને અલાઉદ્દીને દુષ્કર્મ આચર્યું હતું.

પાદરાના ચકચારી લવ જેહાદ કેસનો આરોપી અલાઉદ્દીન ઈલિયાસ રાજે ઝડપાયો છે. પાદરા પોલીસે બાતમીના આધારે અલાઉદ્દીનની ધરપકડ કરી છે. કંપનીમાં સાથે નોકરી કરતી યુવતી સાથે મિત્રતા આચરીને અલાઉદ્દીને દુષ્કર્મ આચર્યું હતું. તેમજ પીડિતાએ મિત્રતાની ના પાડતા મારી નાંખવાની પણ ધમકી ઉચ્ચારી હતી. આરોપીએ યુવતીને બ્લેડથી સોરી લખવા મજબુર કરી હતી. ભોગ બનનાર યુવતીની સહેલી પણ પીડિતાને સંબંધો બાંધવા મજબુર કરતી હતી. આ સમગ્ર મામલે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

સમગ્ર મામલે પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

થોડા દિવસો અગાઉ પાટડીમાં હિંદુ સંગઠન અને ઠાકોર સમાજના આગેવાનોએ લવ જેહાદની કથિત ઘટનાના વિરોધ થયો હતો.પાટડી ગામની હિંદુ યુવતીને વિરમગામના અલીગઢનો યુવક ભગાડી ગયાનો યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ યુવક અને યુવતી ઈલેક્ટ્રિકના એક શો-રૂમમાં નોકરી કરતા હતા. વિધર્મી યુવક યુવતીને લલચાવી, ધમકાવીને ભગાડી ગયાનો યુવતીના સ્વજનોએ આરોપ લગાવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">