2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત, રાજપૂત સમાજે સરકારનો આભાર માન્યો
પદ્માવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો પરત ખેંચાયા. ઉત્તર ગુજરાતની 50 કરતા વધુ સામાજિક સંસ્થાઓએ કરી હતી રજૂઆત. પદ્માવત ફિલ્મમાં ક્ષત્રિયોનાં ચિત્રણ સામે થયો હતો ઉગ્ર વિરોધ. ગુજરાતના ક્ષત્રિય સમાજે પણ કર્યું હતું ઉગ્ર વિરોધ પ્રદર્શન. જેમાં ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક કેસ થયા હતા.
વર્ષ 2017માં ‘પદ્માવત’ ફિલ્મ સામે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો પર નોંધાયેલા પોલીસ કેસો પરત ખેંચવાની રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરી છે. આ નિર્ણયને પગલે ઉત્તર ગુજરાત ના રાજપૂત સમાજમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને મહેસાણા અને વિજાપુર વિસ્તારમાં નોંધાયેલા બે મુખ્ય કેસો હવે સત્તાવાર રીતે પાછા ખેંચી લેવામાં આવ્યા છે.આ થયેલા પોલીસ કેસો પાછા ખેંચવા માટે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ સહિત 50થી વધુ સામાજિક સંસ્થાઓના વડા અને એક હજાર કરતા વધુ આગેવાનો સહિત ધારાસભ્ય સી. જે. ચાવડાએ CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.ત્યારબાદ એક ઉચ્ચ સ્તરીય રાજપૂત સમાજનું પ્રતિનિધિત્વ મંડળ પૂર્વ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીના નિવાસ્થાને રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતીમાં મળ્યા હતા. તે સમયે મુખ્યપ્રધાને પરત ખેંચવાની ખાતરી આપી હતી..ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ કેસો કોર્ટમાં ચાલતા હતા, જેને કારણે અનેક યુવાનોના ભવિષ્ય અને કારકિર્દી પર અસર પડી રહી હતી. સરકારના તાજેતરના નિર્ણયથી આ કાયદાકીય પ્રક્રિયાનો સુખદ અંત આવ્યો છે.
પોલીસ કેસો પાછા ખેંચવા માટે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ રાજપૂત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા , રાજપૂત વિદ્યાસભાના અશ્વિનસિંહ સરવૈયા , કિરપાલસિંહ ચાવડા સહીત એક હજાર કરતા વધુ આગેવાનોએ ધારાસભ્ય સી. જે. ચાવડા સહીત CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.ત્યારબાદ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિત્વ મંડળ જયરાજસિંહ પરમાર, વીરભદ્રસિંહ જાડેજા અને વિજયસિંહ ચાવડાની આગેવાનીમાં, પૂર્વ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીના નિવાસ્થાને રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતીમાં મળ્યા હતા. તે સમયેમુખ્યપ્રધાને પરત ખેંચવાની ખાતરી આપી હતી. મહત્વનું છે કે વિજાપુર અને મહેસાણા પોલીસ સ્ટેશન તાબા હેઠળના કેસ પાછા ખેંચવા ન્યાયાલયે મંજૂરી આપી છે. જે અંતર્ગત 11 કેસ પરત ખેંચાયા છે. અને અમદાવાદના કેસોમાં કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે સમાજના હક અને અધિકારના કેસો ન્યાયાલયની સૂચનાથી પરત ખેંચાવા જોઈએ, તેવું ક્ષત્રિય સામાજીક આગેવાન જયરાજસિંહે નિવેદન આપ્યું છે.