ભાવનગરમાં પાળીયાદ અને ભાણગઢ ગામ બેટમાં ફેરવાયા, જુઓ Video
કાળુભાર તથા રંઘોળી ડેમના પાણી આવતા બંને ગામમાં ઘોડાપૂર આવ્યું છે. જેમાં ગામમાં પાણી ફરી વળતા અવર જવરમાં હાલાકી પડી રહી છે. તેમજ પાણીનો ઝડપી યોગ્ય નિકાલ ન થતા ગામ સંપર્ક વિહોણા થયા છે.
Bhavnagar: ભાવનગરમાં ભારે વરસાદથી(Rain)પાળીયાદ અને ભાણગઢ ગામ બેટમાં ફેરવાયા છે. જેમાં કાળુભાર તથા રંઘોળી ડેમના પાણી આવતા બંને ગામમાં ઘોડાપૂર આવ્યું છે. જેમાં ગામમાં પાણી ફરી વળતા અવર જવરમાં હાલાકી પડી રહી છે. તેમજ પાણીનો ઝડપી યોગ્ય નિકાલ ન થતા ગામ સંપર્ક વિહોણા થયા છે.
આ પણ વાંચો : Rajkot: 150 ફૂટ રિંગરોડ પરના જાહેરનામાનો ફરી વિરોધ, જાહેરનામાના ફેરફારથી ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ નહીં, જુઓ Video
આ ઉપરાંત ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જ્યારે કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તેમજ રોડ-રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેમાં વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી છે. તેમજ દિવસે પણ વાહનોમાં લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos