સરકારના 24 કલાક વીજળી આપવાના દાવા પોકળ, જૂનાગઢમાં સોમવારે 350થી વધુ વીજ ફીડર ડાઉન રહ્યા, ખેડૂતો પરેશાન

|

Mar 15, 2022 | 1:07 PM

સોમવારે જિલ્લાના 300 જેટલા ફીડરો બંધ હોવાથી ખેડૂતો પિયત પાણી ન પીવડાવી શકયા અને ખેડૂતો રાતભર જાગી વીજ વિભાગના અધિકારીઓ સાથે વાત કરી છતાં કોઈ જવાબ ન આપ્યો.

એક તરફ રાજ્ય સરકાર ખેડૂતોની (Farmers)આવક બમણી કરવાની વાતો કરે છે. ત્યારે ઘણા લાંબા સમથી ખેડૂતો ને વીજળી સમયસર મળતી નથી તેને લઈ પોતાના પાકમાં પિયત કઈ રીતે આપવું તે હાલાકીનો સામનો કરી રહયા છે. જૂનાગઢ (Junagadh) જિલ્લાના ગલિયાવાડાના ખેડૂતોને સોમવારે 300 જેટલા ફીડરો (Electricity) બંધ હોવાથી પિયતના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી.

24 કલાક વીજળી આપવાના દાવા રાજય સરકારના પોકળ સાબિત થયા છે. જૂનાગઢ જિલ્લાના ગલિયાવાડાના ખેડૂતોને સમયસર વીજળી ન મળતા પરેશાન થઈ રહ્યા છે. સોમવારે જિલ્લાના 300 જેટલા ફીડરો બંધ હોવાથી ખેડૂતો પિયત પાણી ન પીવડાવી શકયા અને ખેડૂતો રાતભર જાગી વીજ વિભાગના અધિકારીઓ સાથે વાત કરી છતાં કોઈ જવાબ ન આપ્યો. 24 કલાકમાં માત્ર બે કલાક વીજળી મળતી હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે.

સમસયર વીજળી ન મળતા ખેડૂતોના ઉનાળુ પાકને મોટુ નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ કહ્યું, પાણી છે, પરંતુ વીજળી નથી તો કેવી રીતે ખેતી કરવી. વીજળી ન મળવાથી મજૂરને 300 રૂપિયા આપવાના કેવી રીતે પોસાય. વારંવાર રજૂઆત કરવા છતાં જેટકો અને વીજ વિભાગના અધિકારીઓ ફોન પર એકબીજા પર આરોપ ઢોળી રહ્યા છે. જેને લઈને હવે આગામી દિવસોમાં સરકાર કોઈ પગલા નહીં ભરે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી. બીજી તરફ 24 કલાક વીજળી આપવાના વાયદા સરકારના પોકળ સાબિત થયા તેવું લાગે છે.

આ પણ વાંચો-

ઉનાળાની શરુઆતમાં જ ગરમીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, રાજ્યનાં 7 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ

આ પણ વાંચો-

Ahmedabad: પીરાણા ડમ્પિંગ સાઇટ મુદ્દે વિપક્ષે મેયરને ઘેર્યા, મ્યુનિસિપલ કમિશનર ઓફિસ છોડી ગયા

Next Video