એક તરફ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (third wave of the corona) ચાલી રહી છે. કોરોનાના કેસ માંડ થોડા ઓછા થઇ રહ્યા છે. ત્યાં કોરોનાને લઇને હજુ પણ લોકો બેદરકારી દાખવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડના ધામની ગામમાં કોરોનાના નિયમો (Corona Guidline)ના ધજાગરા ઉડાવતા વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થયો છે. ધરમપુરના ધામની ગામમાં યોજાયેલા એક પ્રસંગમાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન કરવા સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોય તેવુ વીડિયોમાં જોઇ શકાય છે.
એક તરફ કોરોનાના કેસ વધવાના પગલે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે. લોકોને સાવચેતી રાખવા અંગે સમજાવવા અલગ અલગ કાર્યક્રમ આપે છે. જાગૃતિ અભિયાન પણ ચલાવે છે. હાલમા કોરોનાના મૃત્યઆંકમાં પણ દિવસે દિવસે વધારો નોંધાતો જઇ રહ્યો છે. ત્યાં બીજી તરફ લોકો જ કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વલસાડના ધામની ગામનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક એકઠા થયેલા ટોળાએ કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવ્યા હોવાનું જોવા મળી રહ્યુ છે.નિયમોના ધજાગરાનો આ વીડિયો લગ્નમાં આવેલા ડીજે સંચાલકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા વાયરલ થયો છે.
આ વીડિયોમાં ન તો કોઇ વ્યક્તિ માસ્ક પહેરેલુ દેખાય છે, ન તો સોશિયલ ડિસ્ટન્સ જોવા મળી રહ્યુ છે. એટલુ જ નહીં આ વીડિયો વાયરલ થયા બાદ આટલી મોટી સંખ્યામાં લોકોના એકઠા થવાથી પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઇ રહ્યુ છે. વલસાડમાં આ પહેલી એવી ઘટના નથી કે જ્યારે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થયો હોય, અગાઉ પણ આવા વીડિયો સામે આવેલા છે જેમાં કોરોનાના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો છે. જે પોલીસની નબળી કામગીરી હોવાની જાણે ચાડી ખાય છે.
આ વીડિયો વાયરલ થતા જ હવે પોલીસ દોડતી થઇ છે. આ પ્રસંગ કોના ઘરનો હતો અને કેટલા લોકો એકત્ર કરવામાં આવ્યા હતા તે અંગે જાણકારી મેળવવા પોલીસે તાત્કાલિક કામગીરી શરુ કરી દીધી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો