બનાસકાંઠામાં ફૂડ પોઈઝનિંગથી એકનું મોત, 8 લોકો અસરગ્રસ્ત, જુઓ Video
બનાસકાંઠા અમીરગઢના રબારિયા ગામે ફૂડ પોઈઝનિંગથી એકનું મોત. ઘરે બનાવેલી દાળ ઢોકળી આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયાનું સામે આવ્યું. દાળ ઢોકળી આરોગ્યા બાદ કુલ 8 લોકો અસરગ્રસ્ત
બનાસકાંઠામાં ફૂડ પોઈઝનિંગથી મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમીરગઢના રબારિયા ગામની આ ઘટના છે. જ્યાં ઘરે બનાવેલી દાળ-ઢોકળી આરોગ્યા બાદ 8 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય સાત લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 2 લોકોને અમીરગઢ CHC સેન્ટર લઈ જવાયા છે. જ્યારે 5 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે.
આ પણ વાંચો : દક્ષિણ પટ્ટીનો આ ધોધ ચોમાસામાં સહેલાણીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ ડ્રોન Video
ફૂડ પોઇઝનિંગથી એકનું મોત થતાં તપાસ શરૂ કરવામાં આવ્યું છે. અમીરગઢના રબારિયા ગામે અખધ્ય દાળ ઢોકળી આરોગવાને લઈ ચોંકાવનારી ઘટના ઘટી છે.
ઘરની દાળઢોકળી આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થતાં 8 લોકો અસરગ્રસ્ત થયા.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 04, 2023 11:09 PM
Latest Videos