ચાંદીપુરાનો કહેર, મેઘરજના ત્રણ વર્ષના બાળકે હિંમતનગર સિવિલમાં જીવ ગુમાવ્યો,છઠ્ઠા બાળદર્દીનું મોત, જુઓ વીડિયો

|

Jul 16, 2024 | 3:42 PM

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામેથી એક ત્રણ વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતો હોઈ દાખલ કરવામાં આવ્યો હતો. જેની સ્થિતિ શરુઆતથી જ ગંભીર હતી અને તેને પીઆઈસીયુંમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા છે. જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરલના લક્ષણ ધરાવતા બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામેથી એક ત્રણ વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતો હોઈ દાખલ કરવામાં આવ્યો હતો. જેની સ્થિતિ શરુઆતથી જ ગંભીર હતી અને તેને પીઆઈસીયુંમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વેન્ટીલેટર પર રહેલા બાળ દર્દીનું બે દિવસના સારવાર બાદ મોત નિપજ્યું છે. ત્રણ વર્ષના બાળકની સ્થિતિ ગંભીર હોવાને લઈ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને નિષ્ણાંત તબીબોની ટીમો દ્વારા સતત દેખરેખ હેઠળ રાખીને સારવાર આપવામાં આવી રહી હતી. અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા હોય એવા આ છઠ્ઠા બાળકે જીવ ગુમાવ્યો છે. હજુ બે બાળકો સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવ્યું છે.

 

આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video