Gujarati Video : વડોદરાના શિનોર સાધલી માર્ગ પર નિલગાય રિક્ષા સાથે ટકરાઇ, અકસ્માતમાં એકનું મોત

Gujarati Video : વડોદરાના શિનોર સાધલી માર્ગ પર નિલગાય રિક્ષા સાથે ટકરાઇ, અકસ્માતમાં એકનું મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 6:30 PM

સામાન્ય રીતે વડોદરા (Vadodara) જિલ્લામાં આવેલા શિનોર સાધલી માર્ગ પર અવરજવર કરવા માટે લોકો રિક્ષાનો જ ઉપયોગ કરતા હોય છે. જો કે આ વિસ્તારમાં નીલગાય પણ મોટા પ્રમાણમાં છે.

વડોદરા જિલ્લામાં શિનોર સાધલી માર્ગ પર નિલગાય રિક્ષા સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં સુરાસામળ ગામના આધેડનું અકસ્માતમાં મોત થયુ છે. રિક્ષામાં અંદાજીત 2 મહિલા સહિત 5 લોકો સવાર હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નપોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સામાન્ય રીતે વડોદરા જિલ્લામાં આવેલા શિનોર સાધલી માર્ગ પર અવરજવર કરવા માટે લોકો રિક્ષાનો જ ઉપયોગ કરતા હોય છે. જો કે આ વિસ્તારમાં નીલગાય પણ મોટા પ્રમાણમાં છે. નીલગાય ગમે ત્યારે માર્ગ પર આવીને સાધનો સાથે ટકરાતા હોય છે. આજે એક રિક્ષામાં એક પરિવાર શિનોર સાધલી માર્ગ પરથી પસાર થઇ રહ્યો હતો. રિક્ષામાં 5 લોકો સવાર હતા. આ રિક્ષા પસાર થઇ રહી હતી તે સમયે અચાનક જ એક નીલગાયે રસ્તામાં ફલાંગ મારી હતી અને રિક્ષા સાથે ટકરાઇ હતી.

અચાનક રિક્ષા સાથે નીલગાય ટકરાતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં એક 55 વર્ષના મથુરભાઇ દેવજીભાઇ નામના વ્યક્તિનું મોત થયુ હતુ. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">