Ahmedabad: વાસી ઉત્તરાયણે રિવરફ્રન્ટ પર જોવા મળ્યો આતશબાજીનો અદભુત નજારો, જુઓ તેના દ્રશ્યો
અમદાવાદીઓએ સવારે ઊંધીયુ જલેબીની જયાફત માણીને, બપોરે 'લપેટ','એ કાયપો છે'ની બુમો પાડીને અને રાત્રે ફટાકડા ફોડીને એક સાથે ત્રણ ગણા ઉત્સાહને મનાવ્યો.
કોરોના (Corona)ના સંકટ વચ્ચે પણ અમદાવાદીઓએ ઉત્તરાયણ (Uttarayan)ના પર્વની ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બંને દિવસે રાત્રે ફટાકડા ફોડીને લોકોએ આકાશમાં આતશબાજી (Fireworks) કરી હતી. અમદાવાદીઓએ મોટી સંખ્યામાં ધાબા પરથી આ અદભુત નજારો માણ્યો હતો. રિવરફ્રન્ટ (Riverfront) પર પર આતશબાજી જોવા મળી હતી.
ધાબા પર ફોડ્યા ફટાકડા
અમદાવાદીઓએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બંનેના પર્વને ખૂબ ઉત્સાહ પૂર્વર ઉજવ્યો. એક તરફ કોરોનાની ત્રીજી લહેર કહેર વર્તાવી રહી છે ત્યારે અમદાવાદના લોકોએ પરિવારના સભ્યો સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. અમદાવાદીઓ પોતાના ધાબા પર ડાન્સના તાલે ઝુમતા પણ જોવા મળ્યા અને ફટાકડા ફોડી થોડા સમય માટે કોરોના સહિતના દુખ ભુલાવતા પણ જોવા મળ્યા.
રિવરફ્રન્ટ પર અદભુત નજારો
વાસી ઉત્તરાયણના દિવસે મોડી સાંજે અમદાવાદના આકાશમાં આતશબાજીનો અદભુત નજારો જોવા મળ્યો હતો. રિવરફ્રન્ટ પાસેના નજારાએ તો લોકોનું મન મોહી લીધુ. સાબરમતી નદીના પાણીમાં આતશબાજીના નજારાનું પ્રતિબીંબ અદભુત દેખાતુ હતુ.
અમદાવાદીઓએ સવારે ઊંધીયુ જલેબીની જયાફત માણીને, બપોરે ‘લપેટ’,’એ કાયપો છે’ની બુમો પાડીને અને રાત્રે ફટાકડા ફોડીને એક સાથે ત્રણ ગણા ઉત્સાહને મનાવ્યો.
આ પણ વાંચોઃ DAMAN: સરકારી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે બાળકીને પીંખી નાખી, પોલીસે આરોપીને કર્યો જેલ હવાલે