Rath yatra 2023 : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા પ્રસંગે ગજરાજોનો જોવા મળ્યો દબદબો, શણગારેલા ગજરાજોની ઝાંખી જોવા ઉમટ્યા લોકો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 20, 2023 | 10:34 AM

ભગવાન જગન્નથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. રથયાત્રા દરમિયાન 14 હાથી ભગવાનની પાલખીની આગેવાની કરે છે. આ પ્રસંગે ગજરાજોનો દબદબો જોવા મળ્યો હતો. શણગારેલા ગજરાજોની ઝાંખી જોવા લોકો ઉમટ્યા હતા.

Rath yatra 2023 : ભગવાન જગન્નથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. રથયાત્રા દરમિયાન 14 હાથી ભગવાનની પાલખીની આગેવાની કરે છે. આ પ્રસંગે ગજરાજોનો દબદબો જોવા મળ્યો હતો. શણગારેલા ગજરાજોની ઝાંખી જોવા લોકો ઉમટ્યા હતા. પરંપરા અનુસાર રથયાત્રામાં હાથીનું એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે 3-4લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો હોય છે.

આ પણ વાંચો : Breaking News Rath yatra 2023 : ભગવાન જગન્નાથજી નવા રથમાં થયા બિરાજમાન, થોડી જ વારમાં નગરચર્યાએ નીકળશે નાથ

1992માં હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા

​​​​​​​​અમદાવાદમાં 1992માં રમખાણ થયા ત્યારે આજ હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી એટલે તમે ઇતિહાસ જોવો તો આ હાથીનું અનેરું મહત્વ છે. અને મારું માનવું છે કે રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ તે સંપન્ન થઈ કહેવાય. હાલ તમે જોવો આ હાથી કેટલા શાંત છે લોકો તેમની નજીક જતા પણ અચકાતા નથી તો જો પબ્લિક વગર જ રથયાત્રા નીકળવાની હોય તો હાથીને સાથે રાખી શકાય.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 20, 2023 09:36 AM