Ahmedabad: ફરજીયાત ઓફલાઇન શિક્ષણ સામે હોસ્ટેલ્સ માટે કોઇ SOP જાહેર નહીં, બહારગામથી આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
File Image

Follow us on

Ahmedabad: ફરજીયાત ઓફલાઇન શિક્ષણ સામે હોસ્ટેલ્સ માટે કોઇ SOP જાહેર નહીં, બહારગામથી આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

| Edited By: | Updated on: Feb 25, 2022 | 7:15 AM

સરકાર તરફથી હજુ વિવિધ સરકારી હોસ્ટેલ્સ માટે કોઈ પરિપત્ર જાહેર કરાયો નથી. જેથી અન્ય શહેરો અને ગામોમાંથી અમદાવાદમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત (Gujarat)માં કોરોના (Corona)સંક્રમણ ધીરે ધીરે ઘટી રહ્યુ છે, જેને લઇને ગુજરાત સરકારે ઘણા નિયમો હળવા કર્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા સરકારે શિક્ષણમાં કેટલાક ફેરફારો કર્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયા પછી ઓફલાઈન શિક્ષણ (Offline education)ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો કે સરકારી હોસ્ટેલ્સ (Government Hostels)માટે હજુ સુધી કોઇ પરિપત્ર જાહેર કર્યો નથી. જેથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણને લઈને અત્યાર સુધી શાળા-કોલેજોમાં ઓફલાઇન અને ઓનલાઇન એમ બંને પ્રકારથી શિક્ષણ અપાતું હતું. પરંતુ હવે કોરોના સંક્રમણમાં ઘટાડો થતા સરકાર દ્વારા શાળા કોલેજોમાં ફરજિયાત ઓફલાઇન ઓફલાઇન શિક્ષણ અને ફરજિયાત હાજરી રાખવામાં આવી છે. એક તરફ ઓફલાઈન શિક્ષણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ સરકાર તરફથી હજી વિવિધ સરકારી હોસ્ટેલ્સ માટે કોઈ પરિપત્ર જાહેર કરાયો નથી. જેથી અન્ય શહેરો અને ગામોમાંથી અમદાવાદમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં હોસ્ટેલ્સ ખુલી ન હોવાથી વિદ્યાર્થીઓ ખાનગી હોસ્ટેલ્સ અને પીજીમાં વધારે ભાડા ચૂકવીને રહેવા મજબૂર બન્યા છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓએ સરકારને રજૂઆત કરી છે કે સરકારી હોસ્ટેલ્સને જલ્દી જ શરૂ કરવામાં આવે.

આ પણ વાંચો-

Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ, અડાલજમાં 27 ફ્રેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ ઉજવણી થશે

આ પણ વાંચો-

Kheda: માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ખેડા પોલીસ સામે લાલઘુમ, “રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે છે” : ધારાસભ્ય