અમદાવાદમાં માઈક્રો કન્ટેઇન્મેન્ટની સંખ્યા વધીને 11 થઈ, ત્રણ લોકો વિરુદ્ધ નિયમના ભંગ બદલ એફઆઇઆર દાખલ

એએમસી દ્વારા શહેરના વધુ 2 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ઇસનપુરના સદભાવ ફ્લેટના 9 ફ્લેટના 37 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 11:23 PM

અમદાવાદમાં(Ahmedabad)સતત કોરોનાના(Corona)કેસ વધી રહ્યા છે ત્યારે માઈક્રો કન્ટેઈન્મેન્ટ (Micro Containment ) ઝોનમાં પણ સતત વધારો કરાયો છે.

એએમસી દ્વારા શહેરના વધુ 2 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ઇસનપુરના સદભાવ ફ્લેટના 9 ફ્લેટના 37 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ સાથે આંબલીના અભિશ્રી બંગલોના 6 ઘરોના 38 લોકોને માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકાયા છે. શહેરમાં માઈક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે..

ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં હોમ ક્વોરન્ટાઇન નિયમનો ભંગ કરનાર સામે એએમસીએ કાર્યવાહી કરી છે. ક્વોરન્ટાઇનના નિયમનો ભંગ કરનાર લોકો સામે FIR પણ કરાઈ છે. મણિનગરના યુવક સામે હોમ આઇસોલેશનના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે.

આ યુવક અમેરિકાથી પરત આવ્યા બાદ કોરોના પોઝિટિવ આવતા હોમ આઇસોલેશનમાં મુકાયો હતો. ન્યુઝીલેન્ડથી આવેલી નિકોલની મહિલા સામે પણ હોમ આઇસોલેશનના ભંગની ફરિયાદ કરાઇ છે. આ સાથે જર્મનીથી આવેલા બોપલના નાગરિક સામે પણ એએમસીએ હોમ આઇસોલેશનના ભંગની ફરિયાદ કરી છે.

ગુજરાતમાં(Gujarat) 29 ડિસેમ્બરના રોજ નોંધાયેલા 548 કોરોનાના(Corona) કેસમાં સૌથી વધારે કેસ અમદાવાદ (Ahmedabad) શહેરમાં 265  કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેર રાજયમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે.

જેમાં  છેલ્લા આઠ દિવસમાં કોરોનાના 1303  જેટલા કેસ નોંધાયા છે.જેમાં 22 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં 25 કેસ, 23 ડિસેમ્બરના રોજ 43, 24 ડિસેમ્બરના રોજ 32 25 ડિસેમ્બરના રોજ 62, 26 ડિસેમ્બરના રોજ 52, 27 ડિસેમ્બરના રોજ 98, 28 ડિસેમ્બરના રોજ 178, 29 ડિસેમ્બરના રોજ 265  કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : ગ્રામ પંચાયતના સરપંચોને વેતન આપવા પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની માંગ 

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના બન્યો બેફામ, નવા 548 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1902 થયા, ઓમિક્રોનના નવા 19 કેસ

Follow Us:
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
g clip-path="url(#clip0_868_265)">