ગ્રામ પંચાયતના સરપંચોને વેતન આપવા પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની માંગ

ગ્રામ પંચાયતના સરપંચોને વેતન આપવા પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની માંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 9:46 PM

પૂર્વ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા બાદ તેમણે સરપંચોને 1500 રૂપિયાના માસિક વેતનની વાત કરી હતી

ગુજરાત (Gujarat)ગ્રામ પંચાયતના(Gram Panchayat) સરપંચોને(Sarpanch) વેતન આપવાની વધુ એક નેતાએ તરફેણ કરી છે. જેમાં ભાજપ નેતા કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તવ બાદ પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સરપંચોની વ્હારે આવ્યા છે.

જેમાં પૂર્વ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા બાદ તેમણે સરપંચોને 1500 રૂપિયાના માસિક વેતનની વાત કરી હતી. પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી કે તેનું અમલીકરણ કરવામાં ના આવતા તેનો લાભ સરપંચોને મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે,  આ પૂર્વે ગુજરાતના વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુખ્યપ્રધાનને પત્ર લખી ગામના સરપંચોને વેતન આપવાની માગ કરી છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગામના સરપંચ વેતન વગર જ કામ કરતા હોય છે. જો સરપંચોને વેતન આપવામાં આવે તો ભ્રષ્ટ્રાચારની શક્યતાઓ રહેશે નહી . જેમાં ધારાસભ્ય અને સાંસદ સભ્યોને વેતન આપવામાં આવી રહ્યું છે તો સરપંચોં માટે પણ વેતનની જોગવાઈ કરવી જોઈએ.

ગુજરાતના હાલમાં ગ્રામ પંચાયતના સરપંચની ચુંટણી પૂર્ણ થઈ છે. ગુજરાતના અંદાજે 10,000 થી વધુ ગ્રામ પંચાયતના સરપંચની વરણી થઇ છે. તેમજ ગામના સરપંચને અનેક વહીવટી કામો અને પ્રજાકલ્યાણના કામો માટે જિલ્લા અને તાલુકા મથકે જવાની ફરજ પડે છે. તેવા સમયે જો સરપંચોને પણ વેતન આપવાના આવે તો તેમને પ્રજા કાર્યો માટે કરવામાં આવતો ખર્ચ મજરે મળી શકે છે.

આ પણ વાંચો :  VADODARA : શહેર અને જિલ્લાના દોઢ લાખથી વધુ કિશોરોના ઝડપી રસીકરણની તૈયારીઓ પૂર્ણ

આ પણ વાંચો :  અમદાવાદમાં ત્રીજી લહેરની દસ્તક, આઠ દિવસમાં કોરોનાના કુલ 1303 કેસ નોંધાયા

Published on: Dec 29, 2021 09:34 PM
g clip-path="url(#clip0_868_265)">