રાજકોટ વીડિયો : જેટકોની ભરતી રદ્દ થતા NSUIનો ઉગ્ર રોષ, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ

રાજકોટ વીડિયો : જેટકોની ભરતી રદ્દ થતા NSUIનો ઉગ્ર રોષ, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2023 | 2:36 PM

રાજ્યભરમાં જેટકોની ભરતી મુદ્દે ચર્ચા અને વિવાદ ચાલી રહ્યા છે. ત્યાં જ જેટકોની ભરતી રદ થતા રાજકોટમાં NSUIએ વિરોધ કર્યો છે. NSUIના હોદ્દેદારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હોવાનું સામે આવ્યુ છે.

રાજ્યભરમાં જેટકોની ભરતી મુદ્દે ચર્ચા અને વિવાદ ચાલી રહ્યા છે. ત્યાં જ જેટકોની ભરતી રદ થતા રાજકોટમાં NSUIએ વિરોધ કર્યો છે. NSUIના હોદ્દેદારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હોવાનું સામે આવ્યુ છે. તો ભરતી પ્રક્રિયામાં ગેરરિતી થતા હજારો યુવાનોનું સ્વપ્ન રોળાયુ હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ વડોદરામાં જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.

જો કે પોલ ટેસ્ટમાં ખામી હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યુ હતુ.તો ભરતી રદ કરવાને લઇને ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.તો આ તરફ જેટકોની પરીક્ષા રદ થતાં રાજ્યભરમાં ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. સતત બીજા દિવસે ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યુ છે.તો વડોદરામાં જેટકોની ઓફિસ બહાર મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉગ્ર પ્રદર્શન કર્યુ હતુ.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">