Sabarkantha Video : ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવકના પગલે સાબરકાંઠામાં એલર્ટ, ચાર તાલુકાના કાંઠા વિસ્તારોમાં એલર્ટ

|

Jul 27, 2023 | 3:11 PM

મહેસાણાના (Mehsana) ધરોઈ ડેમમાં પાણીની આવકને પગલે સાબરકાંઠામાં એલર્ટ (Alert ) અપાયું છે. સાબરકાંઠાના ચાર તાલુકાના મામલતદારને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

Sabarkantha : ગુજરાતમાં સારા વરસાદને (Rain) પગલે નદી-નાળા છલકાયા છે. મહેસાણાના (Mehsana) ધરોઈ ડેમમાં પાણીની આવકને પગલે સાબરકાંઠામાં એલર્ટ (Alert ) અપાયું છે. સાબરકાંઠાના ચાર તાલુકાના મામલતદારને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. જેમાં પ્રાંતિજ, હિંમતનગર, ઇડર, વડાલીનો સમાવેશ થાય છે. ચારેય તાલુકામાંથી સાબરમતી નદી પસાર થતી હોવાથી કાંઠાના ગામોમાં તલાટીઓ અને અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. જો ધરોઈ ડેમમાં પાણીની આવક વધે તો સાબરમતી નદીમાં પાણી છોડાઈ શકે છે. જેને પગલે આ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો-Surat : તોડબાજ કોન્સ્ટેબલે PI બનીને બુટલેગર પાસે કર્યો લાખોનો તોડ, કોન્સ્ટેબલ અને તેના બે મિત્રોની કરી ધરપકડ

 સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video