આજનું હવામાન : ગુજરાતમાં માવઠાના માર વચ્ચે રાહતભર્યા સમાચાર ! 7 નવેમ્બર પછી ઠંડો પવન ફૂંકાવાની આગાહી, જુઓ Video
રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ફરી એક વાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે.
રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ફરી એક વાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે. આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી વિઘ્નમાંથી છૂટકારો મળશે. આ ઉપરાંત 5 થી 10 નવેમ્બર સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં નથી.લઘુત્તમ તાપમાનમાં 2થી3 ડિગ્રીનો વધારો થશે. આજે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 નવેમ્બર પછી ઠંડો પવન ફૂંકાવાની આગાહી
ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા છે. તેમજ 18 થી 24 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં ફરી પલટો આવવાની આગાહી કરી છે.
રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને કચ્છ અને ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.જો કે હવે રાહતની વાત એ છે કે આગામી 24 કલાક બાદ રાજ્યને માવઠાના પ્રહારથી રાહત મળવાની શકયતાઓ છે. 5 નવેમ્બરથી વરસાદ બંધ થઇ જશે. ધરતીપુત્રો રાહતનો શ્વાસ લઇ શકશે.
