AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: SG હાઇવે પર ધ્વનિ પ્રદૂષણ રોકવા તંત્રનો અનોખો પ્રયાસ, સિક્સલેન હાઈવે પર લગાવ્યા નોઈઝ બેરિયર્સ, જાણો કેવી રીતે કામ કરશે

Ahmedabad: SG હાઇવે પર ધ્વનિ પ્રદૂષણ રોકવા તંત્રનો અનોખો પ્રયાસ, સિક્સલેન હાઈવે પર લગાવ્યા નોઈઝ બેરિયર્સ, જાણો કેવી રીતે કામ કરશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 7:33 AM
Share

અમદાવાદ (Ahmedabad) શહેરનો વિસ્તાર વધી રહ્યો છે. રહેણાક વિસ્તારોની સાથે રોડ-રસ્તા અને હાઈવે પણ મોટા બની રહ્યા છે. એસ.જી.હાઈવેની કરીએ તો આ હાઈવે હવે સિક્સલેન બની ગયો છે. અમદાવાદના આ રોડ પર દિવસ-રાત અહીં વાહનોની અવરજવર રહેતી હોય છે.

વિકાસની દ્રષ્ટિએ જોતા શહેરીકરણ જરૂરી અને મહત્વનું છે, જેના ભાગરૂપે શહેરોના રસ્તાઓ પર અડચણ વગરનો ટ્રાફિક અને સમય બચાવવા માટે રસ્તાઓ પહોળા બનાવવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે એસ.જી. હાઇવે સિક્સ લેન કરવામાં આવ્યો છે અને હવે તેમાં પણ આધુનિકરણ થઈ રહ્યું છે. અમદાવાદ શહેરનો વિસ્તાર વધી રહ્યો છે. રહેણાક વિસ્તારોની સાથે રોડ-રસ્તા અને હાઈવે પણ મોટા બની રહ્યા છે. એસ.જી.હાઈવેની કરીએ તો આ હાઈવે હવે સિક્સલેન બની ગયો છે. અમદાવાદના આ રોડ પર દિવસ-રાત અહીં વાહનોની અવરજવર રહેતી હોય છે. જો કે જેમ-જેમ શહેરીકરણનો વિસ્તાર થઈ રહ્યો છે, તેમ સમસ્યાઓ પણ વધી રહી છે.

ધ્વનિ પ્રદૂષણને રોકવા તંત્રનો પ્રયાસ

એસ.જી. હાઇવેને સિક્સ લેન બનાવવામાં આવ્યો છે. તેમજ રાજકોટ સુધી લંબાવવામાં આવ્યો છે. આખો દિવસ ભારે વાહનોની અવરજવરને કારણે એસજી હાઈવેની આજુબાજુના વિસ્તારોમાં ધ્વનિ પ્રદુષણમાં પણ વધારો થયો છે. હાઈવેની આજુબાજુમાં આવેલી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને રહેણાક વિસ્તારોમાં વસતા લોકો માટે આ ધ્વનિ પ્રદૂષણ જાણે જીવનનો ભાગ બની ગયો છે. પરંતુ આ ધ્વનિ પ્રદુષણને રોકવા માટે હાઈવે પર નોઈસ બેરિયર્સ લગાડવામાં આવી રહ્યા છે.

બે પ્રકારના હોય છે નોઇસ બેરિયર્સ

અમદાવાદમાં સરગાસણ ફ્લાય ઓવર બ્રિજ, પકવાન ફ્લાય ઓવર બ્રિજ સહિતના અન્ય ફ્લાય ઓવર બ્રિજ પર નોઈસ બેરિયર્સ લગાવવમાં આવ્યા છે. આ નોઈસ બેરિયરને કારણે 70૦ ટકા ધ્વનિ પ્રદુષણને રોકી શકાશે. આ નોઈઝ બેરિયર્સ બે પ્રકારના હોય છે. જેમાં પીસી શીટ અને ફોમના નોઈઝ બેરિયરનો સમાવેશ થાય છે. પીસી શીટથી બનેલું બેરિયર ધ્વનિને થ્રો બેક કરે છે જ્યારે ફોમમાંથી બનેલું બેરિયર ધ્વનિને શોષી લે છે. એસજી હાઈવે પર સમયાંતરે ટ્રાફિકનું ભારણ વધ્યું છે, જેને કારણે ધ્વનિ પ્રદુષણમાં પણ વધારો થયો છે.. જેને અટકાવવા માટે તંત્ર તરફથી નોઈઝ બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે.

(વિથ ઇનપુટ-સચિન પાટીલ)

g clip-path="url(#clip0_868_265)">