Rajkot Breaking: UPI પેમેન્ટ પર MDR ટેક્સ સામે વેપારીઓ લાલઘૂમ: બીજી ઓક્ટોબરે ડિજિટલ પેમેન્ટ નહીં સ્વીકારાય, હોલસેલ મર્ચન્ટ્સ જોડાયા

Rajkot Breaking: UPI પેમેન્ટ પર MDR ટેક્સ સામે વેપારીઓ લાલઘૂમ: બીજી ઓક્ટોબરે ડિજિટલ પેમેન્ટ નહીં સ્વીકારાય, હોલસેલ મર્ચન્ટ્સ જોડાયા

| Edited By: | Updated on: Sep 24, 2026 | 4:40 PM

કેન્દ્ર સરકાર દ્વારા મર્ચન્ટ UPI પેમેન્ટ્સ પર 15 ઓક્ટોબરથી MDR ટેક્સ લાદવાના નિર્ણય સામે દેશવ્યાપી વિરોધ શરૂ થયો છે. રાજકોટના કાપડ સહિતના હોલસેલ અને રિટેલ વેપારીઓએ આગામી 2 ઓક્ટોબરે ‘નો યુપીઆઈ ડે’ પાળવાનો અને દુકાનોમાં ક્યૂઆર કોડ પર કાળું કપડું બાંધી વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓક્ટોબરથી મર્ચન્ટ UPI પેમેન્ટ્સ પર એમડીઆર (MDR) ટેક્સ વસૂલવાની વિચારણા સામે દેશભરમાં વેપારી આલમમાં ભારે રોષ ફેલાયો છે. આ નિર્ણયના વિરોધમાં રાજકોટ હોલસેલ મર્ચન્ટ એસોસિએશન સહિતના વેપારી મંડળોએ દેશવ્યાપી આંદોલનને ટેકો જાહેર કર્યો છે અને આગામી 2 ઓક્ટોબરે ‘NO UPI DAY’ તરીકે મનાવવાનું એલાન કર્યું છે.

વિરોધના ભાગરૂપે બીજી ઓક્ટોબરે રાજકોટના તમામ કાપડ, ગારમેન્ટ્સ, કરિયાણા અને નાના-મોટા રિટેલ વેપારીઓ યુપીઆઈ પેમેન્ટ સ્વીકારશે નહીં. તમામ દુકાનદારો પોતપોતાના UPI સ્કેનર (QR કોડ) પર કાળું કપડું ઢાંકીને સરકારની નીતિ સામે વિરોધ નોંધાવશે.

વેપારી અગ્રણી હિતેશભાઈએ જણાવ્યું કે, બજારમાં હાલ અંદાજે 80 ટકા વ્યવહારો UPI મારફતે થાય છે. જીએસટીનું રેકોર્ડ કલેક્શન આવી રહ્યું હોવા છતાં સરકાર આવા નવા-નવા ટેક્સ લાદીને વેપારીઓને હેરાન કરી રહી છે. GST અને ઇન્કમ ટેક્સ આપ્યા પછી વધુ કેટલા ટેક્સ ભરવાના તેવા સવાલો સાથે વેપારીઓએ MDR ટેક્સ તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.

વેદાંતા બનશે ‘ગ્લોબલ કોપર કિંગ’ : ઝામ્બિયામાં આફ્રિકાનો સૌથી મોટો સ્મેલ્ટર પ્રોજેક્ટ શરૂ કરશે, ચીની કંપની NERIN ને સોંપ્યું કામ

Follow Us
Loading...
Unable to load recommendations.