હવે જનતા જાગી… ‘ગટર નહીં તો મત નહીં’ના નારા, વોટ માંગવા આવનારા ઉમેદવારોની ‘No Entry’ – જુઓ Video

| Updated on: Apr 14, 2026 | 4:47 PM

આણંદના કરમસદમાં વર્ષોથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારતી જનતા હવે જાગી છે. નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ નેતાઓ ફરી વાયદાઓ કરવા મેદાને પડ્યા છે પરંતુ આ વખતે જનતા છેતરાવા તૈયાર નથી.

આણંદના કરમસદમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર-13 માં આવેલી ચૈતન્ય પાર્ક સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓ મુદ્દે આક્રમક વલણ અપનાવી ચૂંટણીનો બહિષ્કાર જાહેર કર્યો છે. રહીશોએ સોસાયટીમાં ‘ગટર નહીં, તો મત નહીં’ ના બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે.

સોસાયટીના ગેટ અને દિવાલો પર “કોઈપણ પક્ષના ઉમેદવારે મત માગવા આવવું નહીં” તેવા પોસ્ટરો પણ લગાવી દેવામાં આવ્યા છે. રહીશોનો આરોપ છે કે, તેઓ લાંબા સમયથી ગટર જેવી પાયાની સુવિધાના અભાવનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ કાયમી સમાધાન ન આવતા અંતે કંટાળીને લોકોએ આ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: હર્ષ સંઘવીના સુરતમાં બહેન-દીકરીઓ સુરક્ષિત… જિમના ઓઠે બ્લેકમેલિંગનો ખતરનાક ખેલ ઉઘાડો પડ્યો, પોલીસે વિધર્મીને પાંજરે પૂર્યો

 

Published on: Apr 14, 2026 04:47 PM
Follow Us