Banaskantha : ખેડૂતો માટે રાહતના સમાચાર, તીડને લઇને કોઇ ખતરો ન હોવાનો કલેક્ટરનો દાવો, જુઓ Video

Banaskantha : ખેડૂતો માટે રાહતના સમાચાર, તીડને લઇને કોઇ ખતરો ન હોવાનો કલેક્ટરનો દાવો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 14, 2023 | 4:36 PM

બનાસકાંઠાના સરહદી રાજ્ય રાજસ્થાનમાં તીડ જોવા મળ્યા હોવાની વાત સામે આવતા ખેડૂતોમાં ચિંતાનો વિષય સામે આવ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં હાલ તીડને લઇને કોઇ સંકટ નહીં હોવાનું જણાવ્યુ છે.

બનાસકાંઠામાં ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. તીડને (locusts) લઇને કોઇ ખતરો ન હોવાનો કલેક્ટરનો દાવો છે. જિલ્લામાં હાલ તીડને લઇને કોઇ સંકટ નહીં હોવાનું કલેક્ટરે જણાવ્યુ છે. વહીવટી તંત્રના સરવેમાં તીડ ન હોવાનું સામે આવ્યું છે. નિયંત્રણ વિભાગે તીડ નિયંત્રીત કર્યાનો દાવો કર્યો છે. બનાસકાંઠા તંત્ર રાજસ્થાનના તીડ વિભાગના સીધા સંપર્કમાં છે. અમે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનું કલેક્ટરે જણાવ્યુ હતું.

આ પણ વાંચો : નશામા ધૂત કાર ચાલકે પાલનપુર નજીક આબુરોડ હાઈવે પર સર્જ્યો અકસ્માત, પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો-Video

બનાસકાંઠામાં 3 વર્ષ પૂર્વે તીડે હાહાકાર મચાવ્યો હતો અને ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યું હતું. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના સરહદી રાજ્ય રાજસ્થાનમાં તીડ જોવા મળ્યા હોવાની વાત સામે આવતા ખેડૂતોમાં ખુસીનો માહોલ વ્યાપ્યો હતો. જેને લઈને તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવ્યું હતું. આ આ અંગે સર્વે પણ કરવામાં આવ્યો હતો જેમાં કોઈ પણ પ્રકારનો તીડનો ખાતરો નહીં હોવાનું સામે આવ્યું છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો