બનાસકાંઠામાં ફરી તીડ ત્રાટકવાની ભીતિ, સરહદી વિસ્તારમાં તીડ નિયંત્રણ વિભાગે સર્વે શરૂ કર્યો, જુઓ Video
રાજસ્થાનનાં જેસલમેરમાં તીડ દેખાવાની ઘટના સામે આવી છે. ત્યારે બનાસકાંઠા પર તીડના સંકટને લઈને તીડ નિયંત્રણ વિભાગની ટીમે સરહદી વિસ્તારમાં સર્વે શરૂ કર્યો છે.
Banaskantah : બનાસકાંઠામાં 3 વર્ષ પૂર્વે તીડે (locusts) હાહાકાર મચાવ્યો હતો અને ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યું હતું. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના સરહદી રાજ્ય રાજસ્થાનમાં તીડ જોવા મળ્યા છે. રાજસ્થાનમાં તીડના જોખમની અસર ગુજરાતના જિલ્લામાં જોવા મળી શકે છે. જેને લઈને તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવ્યું છે.
આ પણ વાંચો Banaskantha: પાલનપુર શહેરના વિકાસના નકશાને લઇ શરૂ થયો વિવાદ! વાંધા રજૂ કરાયા, જુઓ Video
રાજસ્થાનનાં જેસલમેરમાં તીડ દેખાવાની ઘટના સામે આવી છે. ત્યારે બનાસકાંઠા પર તીડના સંકટને લઈને તીડ નિયંત્રણ વિભાગની ટીમે સરહદી વિસ્તારમાં સર્વે શરૂ કર્યો છે. લાખણી, વાવ, થરાદ, સુઈગામ સહિતના વિસ્તારોમાં તીડ નિયંત્રણ વિભાગની ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News