ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શરુ કર્યો ગુજરાતના પ્રવાસ, 4 ઝોનનો કરશે પ્રવાસ, જુઓ Video
આજથી ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતનો પ્રવાસ શરુ કર્યો છે. અંબાજી મંદિરે દર્શન કર્યાં બાદ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર સ્વાગત કર્યો છે.
આજથી ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતનો પ્રવાસ શરુ કર્યો છે. અંબાજી મંદિરે દર્શન કર્યાં બાદ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર સ્વાગત કર્યો છે. બનાસ ડેરી દ્વારા ભાજપ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરાયું છે. વતન બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્માએ તમામનું અભિવાદન ઝીલ્યું છે.
સવારે સૌ પહેલા જગદીશ વિશ્વકર્માનું અંબાજી મંદિર પરિસરમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રીય વિધિ સાથે સ્વાગત કરાયું. દર્શન બાદ તેમણે સ્વદેશી ભારત અભિયાન અંતર્ગત અંબાજીના બજારોમાં સ્ટીકર લગાવાયા. ઉલ્લેખનીય છે કે 17 ઓક્ટોબર સુધી જગદીશ વિશ્વકર્મા 4 ઝોનનો પ્રવાસ કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન 4 ઝોનમાં 6 મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. કાર્યકર્તાઓ અને જિલ્લાના નેતાઓ સાથે નવનિયુક્ત પ્રમુખ બેઠક પણ કરશે.
4 ઝોનનો કરશે પ્રવાસ
17 ઓક્ટોબર સુધી જગદીશ વિશ્વકર્મા 4 ઝોનનો પ્રવાસ કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન 4 ઝોનમાં 6 મહાસંમેલનમાં કાર્યકર્તાઓને કરશે સંબોધન. કાર્યકર્તાઓ અને જિલ્લાના નેતાઓ સાથે નવનિયુક્ત પ્રમુખ બેઠક પણ કરશે. મા અંબાના દર્શન કરી જગદીશ વિશ્વકર્માએ પ્રવાસની શરૂઆત કરી. તમામ પ્રજાની સુખાકારી માટે જગદીશ વિશ્વકર્માએ પ્રાર્થના કરી છે.
