Gujarati Video : સુરત એરપોર્ટ પરથી પકડાયેલા સોનાના દાણચોરીના કેસમાં નવો ખુલાસો, એરપોર્ટના શૌચાલયમાં સંતાડેલું વધુ 4.67 કિલોગ્રામ સોનું મળ્યું
સુરત એરપોર્ટ પરથી પકડાયેલા દાણચોરીના ગોલ્ડ કેસમાં નવો ખુલાસો થયો છે. એરપોર્ટના શૌચાલયમાં સંતાડેલું વધુ 4.67 કિલોગ્રામ સોનું પોલીસને મળી આવ્યું છે. DRI પહોંચે તે પહેલાં જ આરોપીઓએ શૌચાલયમાં સોનું સંતાડી દીધું હતું.
Surat News : સુરત એરપોર્ટ જાણે સ્મગલરો માટે મોકળું મેદાન બની ગયુ છે. ત્યારે સુરત એરપોર્ટ પરથી પકડાયેલા દાણચોરીના ગોલ્ડ કેસમાં નવો ખુલાસો થયો છે. એરપોર્ટના શૌચાલયમાં સંતાડેલું વધુ 4.67 કિલોગ્રામ સોનું પોલીસને મળી આવ્યું છે. DRI પહોંચે તે પહેલાં જ આરોપીઓએ શૌચાલયમાં સોનું સંતાડી દીધું હતું. મહત્વનું છે કે DRIએ શારજાહથી આવી રહેલી ફ્લાઇટમાંથી 27 કરોડના સોના સાથે ચાર આરોપીની ધરપકડ કરી હતી.
શારજાહથી બિલકુલ બિનધાસ્ત રીતે બેગમાં મૂકીને આ ચારેય મુસાફરો પેસ્ટ રૂપે સોનું લાવ્યા હતા. ચારેય જણા સ્કેનિંગ સેક્શન સુધી આવે એ પહેલા જ DRIએ ઝડપી લીધા હતા. DRIને બાતમી મળી હતી કે શારજાહથી આવતી ફ્લાઇટમાં કેટલાંક મુસાફરો સોનુ લાવી રહ્યા છે. અધિકારીઓ ફ્લાઇટના સમયે એરપોર્ટ પર ગોઠવાઈ ગયા હતા અને જેવી ફ્લાઇટ આવી તરત ચેકિંગ શરૂ કરી દીધુ હતુ અને ચાર શકમંદોને ચકાસાતા તેમની પાસેના ચાર બેગમાંથી પેસ્ટરૂપે કુલ 45 કિલો સોનુ મળી આવ્યુ હતુ. જેની બજાર કિંમત રૂપિયા 27 કરોડ જેટલી થાય છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો