Surat: અમરનાથમાં ફસાયેલા ગુજરાતીઓ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- યાત્રીઓનો ઝડપથી પરિવાર સાથે સંપર્ક કરાવાશે, જુઓ Video

Surat: અમરનાથમાં ફસાયેલા ગુજરાતીઓ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- યાત્રીઓનો ઝડપથી પરિવાર સાથે સંપર્ક કરાવાશે, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 12:49 PM

અમરનાથમાં ફસાયેલા યાત્રીઓ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વાતાવરણ ખરાબ હોવાના કારણે યાત્રીઓ ફસાયા હતા. યાત્રીનો ઝડપથી પરિવાર સાથે સંપર્ક કરાવામાં આવશે.

Surat : અમરનાથ યાત્રાએ (Amarnath Yatra) ગયેલા ગુજરાતના 30થી વધુ લોકો ફસાયા છે. આ લોકોએ ગુજરાત સરકારને મદદ કરવા અપીલ કરી હતી. જેના પગલે રાજ્ય સરકારે ત્વરિત પગલા લેતાં રાજ્યના ગૃહ અને ડિઝાસ્ટર વિભાગે યાત્રીઓની જાણકારી મેળવી છે.

આ પણ વાંચો Rain News: સુરતમાં બપોર બાદ ખાબક્યો ધોધમાર વરસાદ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી

આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે વાતાવરણ ખરાબ હોવાના કારણે યાત્રીઓ ફસાયા હતા. રાજયના ગૃહ અને ડિઝાસ્ટર વિભાગે કેન્દ્રીય ગૃહ પ્રધાનના કાર્યાલય પરથી યાત્રીઓની માહિતી મેળવી છે અને યાત્રીઓને ઝડપથી પોતાના પરિવારનો સંપર્ક કરાવવામાં આવશે. હાલ અમરનાથ યાત્રામાં વાતાવરણ સુધારા તરફ હોવાનું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">