Kutch : ભુજ ખાવડા હાઇવે પર સર્જાયો અકસ્માત, હાઈવે પર 10 કિલોમીટર વધુ ટ્રાફિકજામ, જુઓ Video

Kutch : ભુજ ખાવડા હાઇવે પર સર્જાયો અકસ્માત, હાઈવે પર 10 કિલોમીટર વધુ ટ્રાફિકજામ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 18, 2025 | 2:36 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે કચ્છના ભુજ ખાવડા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તેમજ ભીરંડિયારા ટોલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે કચ્છના ભુજ ખાવડા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તેમજ ભીરંડિયારા ટોલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. અકસ્માત સ્થળ પર સમયસર ક્રેન ન પહોંચતા ભારે ટ્રાફિકજામ થયો હતો. રાતના સમયે અકસ્માત બાદ ટ્રેન છેક સવારે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર અકસ્માત બાદ ભુજ ખાવડા હાઈવે પર 10 કિલોમીટર વધુ ટ્રાફિકજામ થયો હતો.

મહત્વનું છે કે, આ હાઈવે પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. અહીં રાતના અકસ્માત સર્જાયો અને ક્રેન સવારના સમયે પહોંચતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતના કારણે ભુજ ખાવડા હાઇવે પર 10 કિલોમીટર વધુ ટ્રાફિક સર્જાયો. ટ્રાફિકજામના કારણે અનેક વાહનો અટવાયા છે. 10 કિલોમીટરથી વધુ ભારે વાહનોની કતાર બંધ લાઈનો લાગી હતી. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.

કલાકો સુધીના ભારે ટ્રાફિકજામના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં મોટું નુકસાન પહોંચવાની ભીતી છે. દરરોજ લાખોનો ટોલ ઉઘરાવા છતાં હાઇવે પર વાહનો ચાલકોની સુરક્ષાને લઈ કોઈ કાળજી રાખવામાં આવતી નથી. NHAI ભીરંડીયારા ટોલ સંચાલકો દ્વારા હાઇવે પેટ્રોલિંગ ટીમ, ક્રેન, એમ્બ્યુલન્સ સહિત કોઈ પ્રકારની સુવિધા આપવામાં ન હોવાની રાવ ઉઠી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો