મેડિકલ અને ડેન્ટલ અભ્યાસ માટેની NEET (National Eligibility cum Entrance Test) પરીક્ષા 4 મે, 2025ના રોજ યોજાવાની છે., અનેક વિદ્યાર્થીઓ હજુ સુધી રજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ એક અઠવાડિયા લંબાવવાની માગ ઉઠાવી છે.
NEET માટે 7 ફેબ્રુઆરીથી 7 માર્ચ, 2025 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ હતી, પરંતુ ગુજરાત બોર્ડની પરીક્ષા અને NEET રજીસ્ટ્રેશનની મુદત એકસાથે આવી જતાં ઘણી વિધાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શક્યા નથી. તદ્દઉપરાંત, જ્ઞાતિ પ્રમાણપત્ર અને એલીજીબીલીટી સર્ટિફિકેટને લઈને વિધાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. આ વર્ષે NTA દ્વારા પ્રથમવાર જ્ઞાતિ પ્રમાણપત્ર અને એલીજીબીલીટી સર્ટિફિકેટ ફરજિયાત રાખવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા લાંબી હોવાથી ઘણા વિધાર્થીઓ પૂરતા દસ્તાવેજ તૈયાર ન કરી શક્યા અને રજીસ્ટ્રેશન છોડવુ પડ્યુ હોવાની દલીલ વાલીઓ કરી રહ્યા છે.
વિધાર્થીઓના વાલીઓએ NTA સમક્ષ રજીસ્ટ્રેશનની તારીખ ફરી એક અઠવાડિયા માટે લંબાવવાની વિનંતી કરી છે, જેથી બાકી રહેલા વિદ્યાર્થીઓને પણ ફોર્મ ભરવાની તક મળે. જો NTA દ્વારા રજીસ્ટ્રેશન માટે મુદત ન વધારાય, તો વાલીઓ હાઈકોર્ટમાં અરજી કરવા માટે તૈયારી કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે વિધાર્થીઓની ભવિષ્ય સાથે ન્યાય થવો જોઈએ અને તક મળે તે જરૂરી છે. હવે જોવુ રહ્યુ કે NTA વાલીઓની માગ સ્વીકારશે કે નહીં.
With Input- Narendra Rathod- Ahmdabad