રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય યુવાનોએ દાખવ્યો રોષ, ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર, જુઓ વીડિયો

|

Apr 26, 2024 | 9:37 PM

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાનો વિરોધ કરતા ક્ષત્રિય યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. ક્ષત્રિય સમાજના યુવાનોએ પરશોત્તમ રુપાલાની વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર કરીને ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમ કેટલાક સમય માટે ખોરવી નાખ્યો હતો. ફરજ પરના પોલીસે, પરશોત્તમ રુપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય યુવાનોને મહામહેનતે કાબૂમાં લીધા હતા.

લોકસભાની રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ કરેલા વિવાદાસ્પદ ઉચ્ચારણોનો રોષ સમગ્ર ક્ષત્રિય સમાજમાં પ્રસર્યો છે. રુપાલા સામેથી શરુ થયેલો વિરોધ ધીમે ધીમે ભાજપ અને ભાજપના ઉમેદવાર વિરોધી થઈ રહ્યો છે. આવો જ એક બનાવ ભાવનગરમાં બનવા પામ્યો છે. ભાવનગરમાં વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવાર નીમુબહેન અને ધારાસભ્ય જીતુ વાધાણી ક્ષત્રિય યુવાનોના વિરોધ સામે લાચાર બનીને ઊભા રહ્યાં હતા.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 10 કાળિયાબીડ- સિદસરમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો. આ પ્રસંગે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાનો વિરોધ કરતા ક્ષત્રિય યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. ક્ષત્રિય સમાજના યુવાનોએ પરશોત્તમ રુપાલાની વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર કરીને ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમ કેટલાક સમય માટે ખોરવી નાખ્યો હતો.

ફરજ પરના પોલીસે, પરશોત્તમ રુપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય યુવાનોને મહામહેનતે કાબૂમાં લીધા હતા અને દેખાવ કર્તા તમામની સ્થળ પરથી અટકાયત કરી હતી. ક્ષત્રિય સંકલન સમિતિએ જાહેર કરેલા ઓપરેશન પાર્ટ 2 મુજબ હવે ક્ષત્રિયો પરશોત્તમ રુપાલાનો વિરોધ ભાજપ આયોજીત કાર્યક્રમોમાં કરી રહ્યાં છે. ગુજરાતના તમામ સ્થળોએ ભાજપના કાર્યક્રમોમાં નાના કે મોટા પાયે પરશોત્તમ રુપાલાનો વિરોધ કરાઈ રહ્યો છે. દરમિયાન આજે રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાને જસદણ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી એવુ કહેવું પડ્યું છે કે, મારી ભૂલની સજા મોદીને કેમ અપાઈ રહી છે. ક્ષત્રિય સમાજ

Next Video