Anand Video : હવે પશુપાલકોને ગામની દૂધ મંડળી સુધી દુધ ભરવા નહીં જવું પડે ! આ ખાસ વાહન ઘરઆંગણેથી જ કરશે દૂધનું કલેક્શન
પશુપાલકોએ હવે પોતાના ઘેરથી ગામની દૂધ જમા કરાવવા મંડળી સુધી પણ ન જવું પડે તેવી વ્યવસ્થા અમલમાં આવી શકે તેવા દિવસો હવે દુર નથી.આણંદમાં આઇ.ડી.એમ.સી કાર્યાલય ખાતે યોજાયેલા વિશેષ સમારંભમાં એક ખાસ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.

સુઝુકી અને આઇ.ડી.એમ.સી લિમિટેડે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ સાથે મળીને એક ખાસ વાહન વિકસાવ્યું છે.જેના મારફતે પશુપાલકોના ઘરઆંગણેથી જ દૂધનું કલેક્શન કરવામાં આવશે.આ વાહનમાં દૂધની ગુણવત્તા ચકાસવાની વ્યવસ્થા હોવાથી સ્થળ પર જ પશુપાલકને જમા કરાયેલા દૂધ અંગેની વિગતો દર્શાવતી રશીદ પણ અપાશે.
કુલિંગ સિસ્ટમ હોવાથી દૂધ લાંબા સમય સારૂ પણ રહેશે. વાહન નાનું હોવાને કારણે ગામડાની સાંકડી ગલીઓ અને શેરીઓમાં પહોંચવામાં પણ સરળતા રહેશે. હાલ તો આ વાહનનું પરિક્ષણ થઇ રહ્યું છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ તેમાં સુધારો વધારો પણ કરવામાં આવશે.
Latest Videos
Latest News