“લાવ્યા એવી થેલી જે પ્રકૃતિને નહીં થવા દે મેલી” નવસારી કોર્પોરેશન દ્વારા ATMની જેમ કાપડની થેલી આપતું વેન્ડિંગ મશીન મૂકાયું
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણને દૂષિત કરતા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઘટાડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં શહેરીજનો માત્ર ₹10 આપીને ઇકો-ફ્રેન્ડલી બેગ મેળવી શકે છે અને શહેરમાં પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીનો પણ મુકાયા
પર્યાવરણ બચવાના અંતર્ગત નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનનો અનોખો પ્રયાસ “લાવ્યા એવી થેલી જે પ્રકૃતિ ને નહીં થવા દે મેલી” પર્યાવરણને દુષિત કરતો પ્લાસ્ટિક બેગનો વપરાશ ઓછો કરવા માટે નવો પહેલ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટા શાક માર્કેટ અને કોમર્શિયલ એરિયાઓમાં કલોથ બેગ વેન્ડીંગ મશીન લાગવામાં આવ્યું છે, જે રીતે atm મશીન કામ કરે છે એ જ રીતે આ મશીન કામ કરશે.
જયારે લોકો ઘરેથી થૈલી લેવાનું ભુલી જાય ત્યારે એ લોકો મશીનમા રૂપિયા 10 નાખીને થૈલી મેળવી શકે છે. શહેરીજનોએ આ પહેલને આવકારી છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે શહેરના મોટા શાક માર્કેટ અને કોમર્શિયલ એરિયાઓમાં કલોથ બેગ વેન્ડીંગ મશીનો લાગવામા આવ્યા અને પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન પણ મુકવામાં આવ્યા છે. લોકો પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરશે અને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવશે.

