નવસારી : દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા, જુઓ વીડિયો

નવસારી : દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jul 24, 2024 | 9:58 AM

નવસારી: દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં દરિયાના પાણી ઘુસ્યા હતા. દરિયા કિનારે પ્રોટેક્શન વોલ ન હોવાથી ગામમાં દરિયાઈ પાણી પ્રવેશ્યા હતા. 

નવસારી: દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં દરિયાના પાણી ઘુસ્યા હતા. દરિયા કિનારે પ્રોટેક્શન વોલ ન હોવાથી ગામમાં દરિયાઈ પાણી પ્રવેશ્યા હતા.

દરિયાના પાણી ગામમાં પ્રવેશતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રોટેક્શન વોલ બનાવવા ગ્રામજનો વર્ષોથી અનેકવખત માગ કરી ચુક્યા છે. ગ્રામજનોએ સી.આર.પાટીલથી લઈ મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરી છતાં ઉકેલ આવ્યો નથી. પ્રોટેક્શન વોલ ન બનતા ગ્રામજનો સ્થળાંતર કરવા મજબૂર બની રહ્યા છે.

નવસારી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી, પૂર્ણા નદીની સપાટી વધી છે.કાવેરી નદી 17 ફૂટની સપાટી પર વહેતી જોવા મળી હતી. ભયજનક સપાટી 19 ફૂટ વટાવવાથી કાવેરી નદી માત્ર 2 ફૂટ નીચે છે.