Navsari Rain : નવસારીના અલગ અલગ 6 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં વરસ્યો 4 ઈંચ વરસાદ નોંધાયો, જુઓ Video

|

Sep 09, 2023 | 9:23 AM

ભારે વરસાદના કારણે નવસારીના નદી-નાળાઓમાં નવા પાણીની આવક થવા લાગી છે. પૂર્ણા અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. અંબિકાની નદીનું જળસ્તર 12 ફૂટ, પૂર્ણા નદીની જળસપાટી 18 ફૂટ છે. તો ફરી વરસાદના આગમનથી ખેડૂતોના મૃત:પાય થવા જઇ રહેલા પાકને નવુ જીવતદાન મળ્યુ છે.

Navsari : નવસારીમાં મેઘરાજાએ જમાવટ કરી છે. નવસારી જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે.નવસારીના અલગ અલગ 6 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ખેરગામમાં વરસ્યો 4 ઈંચ વરસાદ  ખાબક્યો છે. જલાલપોર, નવસારી, ગણદેવીમાં 1થી 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ચીખલી, વાંસદામાં વરસ્યો 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો-Rain Update : ગુજરાતમાંના 148 તાલુકામાં મેઘમહેર ઉતરી, 60 તાલુકામાં 1થી સવા 4 ઈંચ સુધ વરસાદ વરસ્યો, Video

ભારે વરસાદના કારણે નવસારીના નદી-નાળાઓમાં નવા પાણીની આવક થવા લાગી છે. પૂર્ણા અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. અંબિકાની નદીનું જળસ્તર 12 ફૂટ, પૂર્ણા નદીની જળસપાટી 18 ફૂટ છે. તો ફરી વરસાદના આગમનથી ખેડૂતોના મૃત:પાય થવા જઇ રહેલા પાકને નવુ જીવતદાન મળ્યુ છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video