નવસારી પોલીસે કર્યુ એ કામ કે તમે પણ કરી ઉઠશો સલામ, જુઓ વીડિયો
નવસારી પોલીસને મોટી સફળતા મળી છે. ગણદેવીની અપહ્યત કિશોરીને 48 કલાકમાં છોડાવી હતી. આરોપીએ કિશોરીના પિતા પાસે આરોપીએ એક કરોડની ખંડણી માગી હતી. LCB એ ત્રણ ટીમ બનાવી દિલધડક ઓપરેશન પાર પાડી યુવતી અને આરોપીને દિલ્હી લખનઉ રોડ પાસેથી પકડી પાડયા હતા. LCBની ટીમ દિલ્લીથી રવાના થઈ છે.
નવસારીમાં પોલીસની સારાહનીય કામગીરી સામે આવી છે. જેમાં 48 કલાકમાં જ પોલીસે અપહૃત કિશોરીને મુક્ત કરાવી છે. કિશોરીનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માગવામાં આવી હતી. બજાર વચ્ચેથી ગણદેવીની કિશોરીને ઉઠાવી આરોપીઓ ઉત્તરપ્રદેશ લઈ ગયા હતા.
મહટાવનું છે કે, 48 કલાકમાં જ પોલીસે આરોપીને દબોચી કિશોરીને મુક્ત કરાવી હતી. અપહરણ કરનારા યુવાને કિશોરીના પિતા પાસેથી એક કરોડની ખંડણી માગી હતી. કિસોરીનું અપહરણ થયું અને માત્ર 48 કલાક થયા તેટલામાં LCBએ દિલ્લી લખનઉ રોડ પરથી કિશોરીને મુક્ત કરાવી હતી. આ દરમ્યાન પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે.
થોડા દિવસો પહેલા કડોદરામાં પણ એક બાળકનું અપહરણ થયું હતું. જેમાં કેટલીક ચૂકને કારણે આ નાના બાળકની હત્યા થઈ હતી, જે મામલે કેટલાક પોલીસકર્મચારીઓ સસ્પેન્ડ પણ થયા હતા, પરંતુ આ કેસમાં પોલીસે ભૂતકાળના અનુભવના આધારે સૂઝબૂઝ વાપરી કુલ ત્રણ ટીમ બનાવી હતી.. જેમાં ટેક્નિકલ ગ્રાઉન્ડ અને અન્ય એક ટીમ એક્ટિવ કરી હતી.
આ પણ વાંચો : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નવસારી જિલ્લાના પ્રવાસે, સુરત રેલવે સ્ટેશનની ઘટનાને લઈ આપ્યું નિવેદન, જુઓ વીડિયો
પોલીસ આ ઓપરેશનમાં જોડાઈ હતી અને દિવાળીના એક દિવસ પહેલા જ એક ટીમને દિલ્લી રવાના કરવામાં આવી હતી. ખૂબ સાવચેતીપૂર્વક પોલીસે આરોપીને ઓપરેશનની ગંધ ન આવે એ રીતે કામગીરી પાર પાડી. આરોપી અને કિશોરીને લઈને હાલ ટીમ દિલ્લીથી રવાના થઈ છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)