ધારાસભ્ય આર સી પટેલે શા માટે કહેવું પડ્યું કે જલાલપોર નવસારીનું ઈઝરાયલ છે, જુઓ વીડિયો

ધારાસભ્ય આર સી પટેલે શા માટે કહેવું પડ્યું કે જલાલપોર નવસારીનું ઈઝરાયલ છે, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 10, 2023 | 7:38 PM

નવસારીમાં ધારાસભ્ય આર સી પટેલે જલાલપોરને ઇઝરાયેલ સાથે સરખાવ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દબંગ ધારાસભ્ય આર સી પટેલનો દબંગ અંદાજ દેખાઈ રહ્યો છે. દબંગ અંદાજમાં યે ઇલાકા નવસારી કા ઇઝરાયેલ હે કહેતા આર. સી. પટેલ જણાઈ રહ્યા છે. વીડિયોમાં દબંગ આર સી પટેલ ચેતવણી આપી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

આજકાલ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની ચર્ચા ચારેકોર ચાલી રહી છે. આ દરમિયાન હવે તો નાની-નાની તકરારોમાં પણ ઈઝરાયલ અને હમાસની સરખામણીઓ થવા લાગી છે. હાલમાં જ ધારાસભ્ય આરસી પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ જલાલપોરની સરખામણી ઈઝરાયલ સાથે કરતા સાંભળવા મળે છે.

આ વીડિયો જલાલપોરના મટવાડ ગામનો છે. જ્યાં સ્થાનિકો અને સક્ષમ ઈન્સ્ટીટ્યૂટના સંચાલકો વચ્ચે ચાલી રહેલી તકરારમાં ધારાસભ્ય આરસી પટેલ મધ્યસ્થી કરવા પહોંચ્યા હતા.

ધારાસભ્યએ દબંગ અંદાજમાં ઈન્સ્ટીટ્યૂટના સંચાલકોને ધમકાવીને ચેતવણી આપતા કહ્યું હતું કે આ નવસારીનું ઈઝરાયલ છે, સમજી જજો. મહત્વનું છે કે સક્ષમ ઈન્સ્ટીટ્યૂટ અને ગ્રામજનો વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલી રહી છે. અગાઉ પોલીસ કેસ પણ થઈ ચૂક્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ઈન્સ્ટીટ્યૂટ દ્વારા કોઈપણ મંજૂરી વિના ઈમારત બાંધવામાં આવી રહી છે.

આ પણ વાંચો : નવસારીમાં ભારતમાલા પ્રોજેકટના વિરોધનું બીડું હવે આદિવાસી મહિલાઓએ સંભાળ્યું, જુઓ વીડિયો

તો બીજીતરફ વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય આરસી પટેલે સ્પષ્ટતા કરી છે.. તેમણે કહ્યું કે- છેલ્લા ઘણા સમયથી મટવાડ ગામની ફરિયાદ આવતી હતી. ગામમાં ગણેશ વિસર્જન કરવાની જગ્યા નજીક હોસ્ટેલ બનાવી દેવામાં આવી હતી. જ્યારે ગ્રામજનો ગણેશ વિસર્જન કરવા ગયા હતા ત્યારે ત્યાં હોસ્ટેલની ગંદકી જોવા મળી હતી.

જેથી ગણેશ વિસર્જન થઈ શક્યું નહોતું. આ અંગે સરપંચ અને તલાટી મળવા ગયા તો તેમણે પણ સંચાલક ગાંઠતો નહોતો. આરસી પટેલે કહ્યું કે- બહારથી આવીને કોઈ મગજમારી કરે તે ચલાવી લેવામાં નહીં આવે. જમીન પર દબાણ કરવામાં આવેલું છે.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો