AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારીની યુવતી આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ, ઓએસીસ સંસ્થાના કર્મચારીઓની છ કલાક પૂછપરછ કરાઇ

નવસારીની યુવતી આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ, ઓએસીસ સંસ્થાના કર્મચારીઓની છ કલાક પૂછપરછ કરાઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 10:22 PM
Share

પીડિતા સાથે બનેલી ઘટનાના સમયે દિનકલ ગાયકવાડ જમ્મુ કાશ્મીર હોવાનો ખુલાસો થયો છે.એટલું જ નહીં ઓએસીસના પબ્લિકેશન ડિપાર્ટમેન્ટમાં દિનકલ ગાયકવાડ પેજસેટર તરીકે કામ કરતી હતી

ગુજરાતમાં નવસારીની( Navsari)યુવતી આત્મહત્યા(Suiside)કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.આત્મહત્યા કેસમાં વડોદરાની(Vadodara) ઓએસીસ(Oasis)સંસ્થા શંકાના ઘેરામાં ફસાઇ છે.ત્યારે ઓએસીસ સંસ્થા વિરુદ્ધ નોંધાયેલ કેસમાં તપાસ તેજ કરાઇ છે.ઓએસીસ સંસ્થાની મેન્ટર વૈષ્ણવી ટાપણીયા અને સહ અધ્યાયી દિનકર ગાયકવાડની 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

પીડિતા સાથે બનેલી ઘટનાના સમયે દિનકલ ગાયકવાડ જમ્મુ કાશ્મીર હોવાનો ખુલાસો થયો છે.એટલું જ નહીં ઓએસીસના પબ્લિકેશન ડિપાર્ટમેન્ટમાં દિનકલ ગાયકવાડ પેજસેટર તરીકે કામ કરતી હતી.અને મૃતક પીડિતા પણ પબ્લિકેશન ડિપાર્ટમેન્ટમાં જ કામ કરતી હતી.ઓએસીસમાં વર્ષ 2019માં મૃતક પીડિતા અને દિનકલ ગાયકવાડ ટ્રેનિંગ પ્રોજેકટમાં સાથે જ હતા.

તો બીજી તરફ વડોદરા ક્રાઈમ બ્રાંચની એક ટીમ નવસારી પણ પહોંચી છે સિનિયર અધિકારીઓની ટીમ નવસારી સર્કીટ હાઉસ ખાતે પીડિતાની માતા સહિત અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી હતી. સાથે જ વડોદરા પોલીસે ઓએસીસ સંસ્થામાં રહેતી યુવતીના પિતાના નિવેદન પણ નોંધ્યા હતા. આ મામલે પોલીસે કુલ ત્રણ લોકોના નિવેદન નોંધ્યા હતા વણઉકેલ દુષ્કર્મ અને આત્મહત્યાના કેસમાં ઉચ્ચ અધિકારીઓ કડી મેળવવા પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાળ યથાવત, કેન્ડલ માર્ચ કાઢી વિરોધ દર્શાવ્યો

આ પણ વાંચો :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 11 ડિસેમ્બરના રોજ અમદાવાદ આવશે, 275 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કરશે

g clip-path="url(#clip0_868_265)">