Navsari: પાવર ગ્રીડ પ્રોજેક્ટ મુદ્દે ખેડૂતોએ ફરી અપનાવ્યો આંદોલનનો માર્ગ, ગ્રીડ લાઈન દરિયાકિનારા વિસ્તારમાંથી લઈ જવા કરાઈ માગ, જુઓ Video
નવસારીમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ મુદ્દે જમીન સંપાદનમાં ફેર વિચારણા કરવાને લઈ સરકારને રજૂઆત કરવામાં આવી છે. લાઈન ખેતીવાડી વિસ્તારને બદલે દરિયાકિનારા વિસ્તારમાંથી લઈ જવાની માગ કરવામાં આવી છે.
બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે અને હવે પાવર ગ્રીડ પ્રોજેક્ટ મુદ્દે નવસારી જિલ્લામાં ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. જમીન સંપાદનમાં ફેર વિચારણા કરવાથી લઈ ખેડૂતો સરકારને રજૂઆત કરી રહ્યા છે, પાવર ગ્રીડની લાઈન ખેતીવાડી વિસ્તારના બદલે દરિયા કિનારા વિસ્તારમાંથી લઈ જવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ આ લાઈન ખેતરમાંથી જ લઈ જવાતા ફરી ખેડૂતોએ આંદોલનના માર્ગ અપનાવ્યો છે.
નવસારી જિલ્લામાંમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનએ 750kv અને 400 kv માટે વીજ લાઈન નાંખવાનો નિર્ણય કર્યો છે. આ વીજલાઈન જિલ્લાના 45 જેટલા ગામોમાંથી લઈ જવાનું નિર્ધારિત થયું છે. પરંતુ તે માટેની જગ્યાની પસંદગી ઉપરાંત વળતરને લઈને વાદ-વિવાદ શરૂ થયો છે.
જલાલપોર અને ગણદેવી એમ 2 તાલુકાના 45 ગામોમાંથી પાવર ગ્રીડ લાઈન પસાર થનાર છે. ત્યારે આ ગામોના ખેડૂતોએ અગાઉ પોતાનો વિરોધ પણ કર્યો હતો અને આ મામલે સાંસદ સી.આર પાટીલને સર્કિટ હાઉસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. પાવર ગ્રેડ મુદ્દે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. પરંતુ એમાં પણ વળતર અંગે કોઈપણ નિર્ણય કરવામાં આવ્યો નથી અને પાવર ગ્રેડનું કામ હાલ જોરમાં ચાલી રહ્યું છે.
જમીન સંપાદનની પ્રક્રિયા સહિતની કામગીરી હાલ શરૂ કરી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો હાલમાં બીજુ જાહેરનામું ખાવડા કચ્છથી અમદાવાદ થઈ રેશમા એક નવી લાઈન નાંખવામાં આવી રહી છે. જેના માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarati Video: નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં યોજાઈ તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં જોડાયા લોકો
ત્યારે આ લાઈનો નખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણકે મરોલી પંથકમાંથી 28થી વધુ ગામોમાં આવેલ ફળરૂપ જમીનમાંથી આ લાઇન નાખવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેને લઇને ખેડૂતોએ મરોલી ખાતે આવેલ કુડી પટેલ સમાજની વાડીમાં ભેગા મળી અને આ લાઈનનો વિરોધ કર્યો હતો.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો