Navsari: વાવાઝોડાની શક્યતાને લઈ દરિયા કાંઠે તંત્ર એલર્ટ, ત્રણ દિવસ સુધી દરિયાકિનારે જવા પર પ્રતિબંધ, જુઓ Video
નવસારીમાં સંભવિત વાવાઝોડાની શક્યતાને લઈ દરિયા કાંઠે એલર્ટ અપાયું છે. લાયઝનિંગ ઓફિસરો મુકીને દરિયાની સ્થિતિ પર તંત્રની નજર રાખી રહ્યું છે. મહત્વનું છે કે સહેલાણીઓ માટે ત્રણ દિવસ સુધી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકાયો છે.
Navsari : સંભવિત બિપોરજોય વાવાઝોડાના સંકટને લઇ નવસારીના દરિયા કાંઠે પણ એલર્ટ અપાયું છે. દાંડી દરિયા કિનારે જિલ્લા વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે. લાયઝનિંગ ઓફિસરો મુકીને દરિયાની સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે. તો તમામ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપી બોટને દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે. સાથે સાથે દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકાયો છે. સહેલાણીઓ માટે ત્રણ દિવસ સુધી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાલ વાવાઝોડાની અસરને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે.
આ પણ વાંચો : જાફરાબાદનો દરિયો બન્યો તોફાની, દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો
સતત દિશા બદલી રહેલા બિપોરજોય વાવાઝોડાએ હવે ગુજરાતની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાશે. વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાનની વચ્ચે જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની ગતિ દક્ષિણ-પશ્ચિમ પોરબંદર તરફ છે. આગામી 36 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે.
વાવાઝોડું ક્યાં ટકરાશે તે ખબર આગામી 24 કલાકમાં પડશે. ગઈકાલે પોરબંદરના દરિયાકાંઠેથી 860 કિલોમીટર દૂર રહેલું વાવાઝોડું આજે 600 કિલોમીટર જ દૂર છે અને હવે વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. વાવાઝોડ઼ું પહેલા 6 કિલોમીટરની ઝડપે આગળ વધતું હતું. આજે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાતા દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે.
(with input : Nilesh Gamit)
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો