Navsari: આરોગ્ય સુવિધાને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીની બેઠક યોજાઈ, આ વિષયો પર થઈ ચર્ચા

|

Jan 08, 2022 | 9:28 AM

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લામાં 10 જેટલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયા છે. વહીવટીતંત્ર અને પુરવઠા વિભાગના સંકલનમાં ઓક્સિજન પ્લાન્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.

રાજ્યમાં કોરોના (Corona)ના કેસમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ (Department of Health) દ્વારા જુદા જુદા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓની વ્યવસ્થાને લઈને ચકાસણી થઈ રહી છે. કોરોનાના વધતા કેસોને પગલે નવસારી જિલ્લામાં કોવિડ પ્રભારી સચિવ કે કે નિરાલાએ નવસારીના આરોગ્ય અધિકારી (Health Officer)ઓ સાથે બેઠક યોજી હતી.

તજજ્ઞોના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે. નવસારી જિલ્લામાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં કોવિડ પ્રભારી સચિવ કે કે નિરાલાએ નવસારીના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી અને આરોગ્ય વ્યવસ્થા અંગેની માહિતી મેળવી હતી.

આ સાથે જ પ્રભારીએ વિવિધ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની પણ મુલાકાત લીધી હતી. સિવિલ હોસ્પિટલમાં વહીવટી તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ ઓમિક્રોન વોર્ડ તથા કોવિડ વોર્ડની મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લામાં 10 જેટલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયા છે. વહીવટીતંત્ર અને પુરવઠા વિભાગના સંકલનમાં ઓક્સિજન પ્લાન્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કોરોનાને લગતી દવાનો પૂરતો જથ્થો ખરીદી લેવામાં આવ્યો છે.

વધતા સંક્રમણને પગલે નવસારીમાં વિવિધ વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે અને કોરોના ગાઇડલાઈનની કડક અમલવારી કરાઈ છે. ત્રીજી લહેરમાં કોરોના દર્દીઓને કોઈપણ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે આરોગ્ય સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Vadodara: શહેરની 17 શાળાઓમાં 20 વિદ્યાર્થીને લાગ્યુ કોરોના સંક્રમણ, શાળાના વર્ગો એક સપ્તાહ માટે બંધ

આ પણ વાંચોઃ Ahmedabad: હોટેલ ઈન્ડસ્ટ્રીને થશે કરોડોનું નુકસાન, વાયબ્રન્ટ સમિટ રદ થતાં કરોડોના બૂકિંગ કેન્સલ થયા

Next Video