દેશમાં કટ્ટરપંથીઓની ગતિવિધિ સામે NIAના રાષ્ટ્રવ્યાપી દરોડા, ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, શહેરમાં તપાસ તેજ- વીડિયો
કટ્ટરપંથીઓની ગતિવિધિ સાથે NIAએ રાષ્ટ્રવ્યાપી દરોડા કર્યા છે. જેમા ગુજરાત સહિત 7 રાજ્યોમાં સંખ્યાબંધ સ્થળોએ દરોડા કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા સહિતના શહેરોમાં NIA તપાસ હાથ ધરી છે.
દેશમાં કટ્ટરપંથીઓની ગતિવિધિ સામે NIA દ્વારા રાષ્ટ્રવ્યાપી દરોડની કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સહિત 7 રાજ્યોમાં સંખ્યાબંધ સ્થળોએ દરોડા કરવામાં આવ્યા છે. જેમા કર્ણાટક, પશ્ચમ બંગાળ, પંજાબ, કેરળ, તમિલનાડુમાં દરોડા પાડ્યા છે. લશ્કર-એ- તૈયબાના જેલમાં બંધ કટ્ટરપંથીઓની કેસમાં NIAના તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જેમા 25 મોબાઇલ , 6 લેપટોપ, 4 સ્ટોરેજ ડિવાઇસ, રોકડ રકમ સહિતની વસ્તુઓ કબજે લેવાઇ છે. અલગ અલગ દેશોની કરન્સી નોટો પણ કબજે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2023માં બેંગાલુરુની એક સેન્ટ્રલ જેલમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓને વિસ્ફોટકો અને શસ્ત્રો પહોંચાડવાના મામલે બેંગાલુરુ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાની તપાસ NIAને સોંપાઈ હતી. NIA દ્વારા તાજેતરમાં જ 12 જાન્યુઆરી 2024ના રોજ આ સંદર્ભે ચાર્જશીટ ફાઈલ કરાઈ હતી. જેમા જુનેદ અહેમદ ખાન અને સલમાન ખાન સહિતના 8 આરોપીઓ સામે આ ચાર્જશીટ ફાઈલ કરાઈ હતી. આ સંદર્ભમાં જ NIA એ આ દરોડા પાડ્યા હોવાનુ NIAના સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
અમદાવાદમાં કરણ કુમાર અને મહેસાણામાં હાર્દિક કુમારની હાથ ધરાઈ તપાસ
ગુજરાતના અમદાવાદ અને મહેસાણામાં જે લોકોને ત્યાં દરોડા કરવામાં આવ્યા ત્યાંથી પણ કેટલીક શંકાસ્પદ વસ્તુઓ કબજે કરવામાં આવી છે અને એ લોકોની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં હાર્દિક કુમાર અને અમદાવાદમાં કરણ કુમાર નામના શખ્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કેટલીક વસ્તુઓ કબજે કરાઈ છે. આ બંને શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે.
આ દરોડામાં આગામી દિવસોમાં વધુ કાર્યવાહી કરવામાં આવી તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.