કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાબરમતી આશ્રમની લીધી મુલાકાત, મહાત્મા ગાંધીની પ્રતિમાને નમન કરી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યુ
ભારત જોડો યાત્રાના કાર્યક્રમ પહેલાં રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે સાબરમતી આશ્રમની (Sabarmati Ashram) મુલાકાત લીધી. જ્યાં પ્રાર્થના સભામાં જોડાઈ તેમણે ગાંધી બાપુની પ્રતિમાને નમન કર્યા.
વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) લઇને કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. એક પછી એક નેતા ગુજરાતમાં આવી રહ્યા છે. આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારનું રણશિંગુ ફૂંક્યુ છે. ભારત જોડો યાત્રાના કાર્યક્રમ પહેલાં રાહુલ ગાંધીએ આજે સાબરમતી આશ્રમની (Sabarmati Ashram) મુલાકાત લીધી. જ્યાં પ્રાર્થના સભામાં જોડાઈ તેમણે ગાંધી બાપુની પ્રતિમાને નમન કર્યા.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાતે છે. તેમણે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત હતી. લગભગ 20 મિનિટ જેટલો સમય તેમણે અહીં ગાંધી આશ્રમમાં વિતાવ્યો હતો. લગભગ 8 મિનિટની પ્રાર્થના સભામાં તેમણે ભાગ લીધો હતો. તેમણે આશ્રમમાં રહેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી ચઢાવી હતી. મહત્વની વાત એ છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા પણ રાહુલ ગાંધીએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને 2017ની ચૂંટણીના પ્રચાર માટેના શ્રીગણેશ કર્યા હતા.
હવે 2022ની વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોમાં જોમ પુરવા અને ચૂંટણી માટે સક્રિય કરવા ગુજરાત મુલાકાતે આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ અતિમહત્વનો મનાઇ રહ્યો છે. ખાસ કરીને જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે અને કાર્યકરો સહિત નેતાઓમાં નારાજગી ફેલાઇ છે, તેવા સંજોગોમાં રાહુલ ગાંધીનો પ્રવાસ કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકનારો સાબિત થઇ શકે છે.
મહત્વનું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમ દરમિયાન ગુજરાતની જનતાને અનેક વચન આપ્યા. રાહુલ ગાંધીએ GST, ગુજરાતમાં પકડાતો ડ્રગ્સનો જથ્થો, ખેડૂતોનું દેવુ, કન્યા શિક્ષણ, નોટબંધી જેવા અલગ અલગ મુદ્દાઓને લઇને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.
