નર્મદા : આગોતરા જામીન નામંજૂર થતા ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવા પાસે હવે કયો વિકલ્પ રહેશે?

|

Nov 22, 2023 | 8:18 AM

નર્મદા : ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી લડવા તડામાર તૈયારી કરનાર ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા દિવાળી અગાઉથી ભૂગર્ભમાં છે.

નર્મદા : ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી લડવા તડામાર તૈયારી કરનાર ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા દિવાળી અગાઉથી ભૂગર્ભમાં છે. વનકર્મીઓને ધમકાવવાના મામલે ગુનો દાખલ થયા બાદ તેઓ આગોતરા જામીન માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

હવે પ્રશ્નએ ઉભો થયો છે કે કેસમાં પત્ની સહીત 3 લોકો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્યારે ધરપકડથી બચવા ધારાસભ્ય પાસે ક્યાં વિકલ્પ છે? શું તે પોલીસ સમક્ષ હાજર થશે કે ઉપલી અદાલતોમાં જામીન માટે અરજી કરશે?

વનકર્મીઓને ધમકાવવાના મામલે ગુનો દાખલ થતા પોલીસ ધરપકડથી બચવા ધારાસભ્ય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.ચૈતર વસાવાએ દિવાળી અને નવું વર્ષ ગુપ્તવાસમાં જ વિતાવવાની ફરજ પડી હતી.

મંગળવારે રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એન.આર.જોષીએ આગોતરા જામીન અરજી અંગે વધુ સુનાવણી હાથ ધર્યા બાદ ધારાસભ્યના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. આ અગાઉ સોમવારે સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલની દલીલો કોર્ટે સાંભળી હતી.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:17 am, Wed, 22 November 23

Next Video