નર્મદાઃ ડેડિયાપાડામાં મહારાષ્ટ્રને જોડતા પુલ ઉપર ફરી વળ્યું પાણી, જુઓ વીડિયો

ભારે વરસાદની આગાહી વચ્ચે નર્મદા (Narmda) જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો અને ડેડિયાપાડાની દેવ નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પગલે મહારાષ્ટ્રને જોડતા પુલ ઉપરથી ધસમતા પાણી વહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 5:07 PM

નર્મદા (Narmada)જિલ્લામાં ઉપરવાસમાં વરસાદ થતા નદી નાળા છલકાઈ ઉઠ્યા હત અને ઉપરવાસમાં ભારે પૂર આવતા ડેડિયાપાડાની (Dediyapada) દેવ નદી બે કાંઠે વહી ઉઠી હતી. દેવ નદીમાં આવેલા પૂરને કારણે ડેડીયાપાડાના ડુમખલ નજીકથી મહારાષ્ટ્રને જોડતા પુલ પરથી ધસમસતા પાણી વહેતા જોવા મળયા હતા. રાજ્ય સરકારે નર્મદા જિલ્લા માટે SDRF ની એક ટીમની ફાળવણી કરી છે. નર્મદા જિલ્લામાં કોઈ સ્થળે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાનો કરજણ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેના કારણે કરજણ નદી પરના 6 ગામોને એલર્ટ કરી દેવાયા છે.

ડેડીયાપાડા અને સાગબારા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ડેમની જળસપાટી રૂલ લેવલ વટાવી ગઈ છે. જેને પગલે ડેમના બે ગેટ ખોલીને કરજણ નદીમાં 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતાં કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે સરકાર તરફથી નર્મદા જિલ્લા માટે SDRFની એક ટીમ ફાળવવામાં આવી છે. SDRFની ટીમ નદી કાંઠાના ગામોમાં તૈનાત કરી દેવામાં આવી છે. જેથી કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળાય.

નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જિલ્લાના ડેડીયાપાડા, સાગબારા, ગરુડેશ્વર, તિલકવાળા અને નાંદોદમાં વરસાદ પડ્યો છે. જિલ્લામાં વરસાદના આંકડા જોઉએ તો સાગબારામાં 1.1 ઇંચ, તિલકવાળામાં 3.38 ઇંચ, ગરુડેશ્વરમાં 3.22 ઇંચ, નાંદોદમાં 2.48 ઇંચ, ડેડીયાપાડામાં 1.77 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નદીનાળા છલકાઈ ગયાં છે. મોટા ભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે.

Follow Us:
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">