નર્મદા વીડિયો : સંકલન સમિતિમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અકરાપાણીએ જોવા મળ્યા,ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી

|

Jun 16, 2024 | 9:22 AM

નર્મદા જિલ્લા સંકલન સમિતિમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અકરાપાણીએ જોવા મળ્યા હતા અને ચૈતર વસાવા દ્વારા પૂછવામાં આવેલા 5 પ્રશ્નોનો યોગ્ય જવાબ ન મળતા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

નર્મદા જિલ્લા સંકલન સમિતિમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અકરાપાણીએ જોવા મળ્યા હતા અને ચૈતર વસાવા દ્વારા પૂછવામાં આવેલા 5 પ્રશ્નોનો યોગ્ય જવાબ ન મળતા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ચૈતર વસાવા દ્વારા પાણી,શિક્ષણ,મનરેગા,વન વિભાગ સહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા જો કે તમામ પ્રશ્નોનો યોગ્ય જવાબ ન મળતા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

નર્મદા જિલ્લો અતિપછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ ગંભીર નથી અને એજન્સીઓ સાથે મિલીભગત કરી કૌભાંડ કરે છે. તેવા આક્ષેપ થયા છે. મનરેગામાં એક જ એજન્સીને ફરી નીમી દેવામાં આવી છે જોકે મનરેગા માં એવી કોઈ ગાઈડલાઈન નથી અને આ એજન્સીએ મટીરીયલ પણ પૂરું પાડ્યું નથી તેની તપાસ માંગવામાં આવી છે.

મનરેગામાં નવું ટેન્ડરિંગ નથી કર્યું અને જૂની એજન્સી ને જ કામ સોંપી દેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. પ્રાથમિક શાળામાં 32 જગ્યાએ ઓરડાઓ નથી જે ભાડાના મકાન માં ચાલે છે. નર્મદા જિલ્લામાં 98 શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષકથી શાળાઓ ચાલે છે તો વન વિભાગ માં એક પણ કામ થાય વગર પેમેન્ટ નું ચુકવણું કરી દેવામાં આવ્યું છે ચૈતર વસાવા નો આક્ષેપ છે.

Published On - 9:22 am, Sun, 16 June 24

Next Video