Rain News : નર્મદા જિલ્લામાં મુશળધાર વરસાદ, નાંદોદ તાલુકાનું લાછરસ ગામ સંપર્કવિહોણું, જુઓ Video

Rain News : નર્મદા જિલ્લામાં મુશળધાર વરસાદ, નાંદોદ તાલુકાનું લાછરસ ગામ સંપર્કવિહોણું, જુઓ Video

| Edited By: | Updated on: Jun 24, 2025 | 2:55 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું લાછરસ ગામ સંપર્કવિહોણું બન્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું લાછરસ ગામ સંપર્કવિહોણું બન્યું છે. લાછરસમાં પાણી ભરાતા જનજીવનને અસર પહોંચી છે. ત્યારે મોવી-ડેડીયાપાડા રસ્તા પર બનેલો પુલ વરસાદમાં ધોવાયો છે. ગત વર્ષ પુલનું ધોવાણ થયું હતું. કામચલાઉ પુલ ફરી ધોવાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.

આ ઉપરાંત વડીયાથી કરાઠા જતા રસ્તા પર પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરાયો છે. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો છે. વડીયા ગામની સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાયા છે.

હાલોલમાં ધોધમાર વરસાદ ખાબક્યો

બીજી તરફ પંચમહાલના હાલોલ પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાલોલ શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાતા વાહનચાલકો ભારે હાલાકી સામે આવી છે. પંચમહાલમાં ગઈકાલે સાંજના સમયે જિલ્લાના હાલોલ તાલુકામાં 2 ઈંચથી વધુ વધારે વરસાદ નોંધાયો છે.

પાવાગઢ ડુંગર અને તળેટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પાવાગઢ ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈને રેવા પથના પગથિયાઓમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે.પગથિયામાં ભારે પાણીના વહી રહેલા પ્રવાહનો વીડિયો સામે આવ્યો છે. પાવાગઢ ડુંગર વિસ્તારમાં વરસાદને લઈને નયનરમ્ય વાતાવરણ સર્જાયું છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો