નર્મદા : દિવાળી વેકેશન દરમિયાન પોઇચા સ્થિત નિલકંઠવર્ણીધામ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું , જુઓ વિડીયો

|

Nov 16, 2023 | 9:55 AM

અખૂટ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા નર્મદા જીલ્લાના પ્રવાસ સ્થળ અનોખુ આકર્ષણ ધરાવે છે ત્યારે નર્મદા તટે પોઇચા ગામે નિલકંઠવર્ણીધામ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓથી છલકાયું છે. 105 એકરમા પથરાયેલ આ ધાર્મીક સ્થળ માટે પ્રવાસીઓ અનેરૂ આક ર્ષણ ધરાવે છે.

હાલ દિવાળીનું વેકેશન હોવાથી ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે સાથે આ સ્વામિનારાયણ મંદિરના 10 વર્ષ પૂર્ણ થતાં દશાબ્દિ મહોત્સવ ની ઉજવણી પણ કરવામાં આવી રહી છે

અહીં 9 વર્ષથી નિર્માણ કૌશલ્યનું ઉદાહરણ સમાન 105 એકરમા પથરાયેલ નિલકંઠવર્ણી ધામ આકાર પામ્યું છે. અહીં અનેક આકર્ષણ ઉભા કરાયા છે જેમાં તળાવના પાણી દ્વારા મંદિરમા બિરાજમાન તમામ દેવી દેવતાએા પર જળાભિષેક થાય છે. ભગવાન સ્વામી નારાયણનુ યુવા સ્વરૂપ નિલકંઠ વર્ણી,રાધા-કૃષ્ણ, લક્ષ્મીનારાયણ,ગણપતી જી,હનુમાનજી,શીવજીઅને 24 શાલીગ્રામની વિધીવત પ્રતીષ્ઠા કરવામા આવી છે.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:55 am, Thu, 16 November 23

Next Video