NARMADA : કેવડિયા રેલવે સ્ટેશનનું નવુ નામ એકતા નગર રખાયુ

NARMADA : કેવડિયા રેલવે સ્ટેશનનું નવુ નામ એકતા નગર રખાયુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 3:26 PM

નર્મદા જિલ્લાના નકશામાં કેવડિયા નગરનું અંકિત નામ હવે બદલીને એકતા નગર રાખવાનું સરકારે નક્કી કર્યું હતું. જેની તૈયારીઓના ભાગરૂપે રેલવે સ્ટેશનનું નવું નામકરણ કરવામાં આવ્યું છે.

NARMADA : કેવડિયા કોલોનીના રેલ્વે સ્ટેશનનું નામ બદલીને એકતા નગર કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ કેવડિયા ખાતે વિકાસ ખુબ થયો છે. જેમાં અનેક પ્રોજેક્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ  ઓફ યુનિટી એક્તાનું પ્રતિક છે. અને આ જ થીમ પર અહીં એકતા નર્સરી, એકતા મોલ, યુનિટી ગ્લો ગાર્ડન, એકતા ફૂડ કોર્ટ, એકતા ક્રુઝ વિકસાવવામાં આવ્યા છે. અને હવે કેવડિયા રેલવે સ્ટેશનનુ નામ એક્તા રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં તમામ ટ્રેનોના રૂટ એક્તા નગર સ્ટેશન પ્રમાણે નક્કી કરાશે. જેને લઇને રેલવે દ્વારા પ્રોસેસ હાથ ધરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કેવડિયાને એક્તા નગર વિકસાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે. આગામી સમયમાં કેવડિયા એક્તા નગરી તરીકે વિશ્વમાં જાણીતું થશે.

વર્ષોથી નર્મદા જિલ્લામાં કેવડિયા ગામ નર્મદા બંધના નામે ઓળખાતું હતું. નર્મદા જિલ્લાના નકશામાં કેવડિયા નગરનું અંકિત નામ હવે બદલીને એકતા નગર રાખવાનું સરકારે નક્કી કર્યું હતું. જેની તૈયારીઓના ભાગરૂપે રેલવે સ્ટેશનનું નવું નામકરણ કરવામાં આવ્યું છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે કેવડિયા ખાતે બની હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એકતાનું પ્રતિક ગણાય છે.

નોંધનીય છેકે કેવડિયાનો વિકાસ પ્રવાસન સ્થળ તરીકે થયો છે. અને, કેવડિયામાં જેટલા પણ પ્રોજેક્ટ છે તેમના તમામના નામ એકતા રાખવામાં આવ્યા છે, જેમ કે એકતા ગેટ, એકતા મોલ, એકતા નર્સરી, એકતા ઓડિટોરિયમ, યુનિટી ગ્લો ગાર્ડન સહિતના પ્રોજેક્ટના નામો એકતા ઉપરથી રાખ્યા હોય એકતા નગર નામકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : બોટાદ : સાળંગપુર હનુમાનજી મંદિરમાં આબેહુબ હિમાલયનો શણગાર કરાયો, લાખો ભક્તોએ લ્હાવો લીધો

આ પણ વાંચો : વલસાડ : બર્થડે પાર્ટીમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ, બિલ્ડર બિપિન પટેલની કન્સ્ટ્રકશન સાઈટ પર ઉજવણી

Published on: Jan 08, 2022 03:22 PM
g clip-path="url(#clip0_868_265)">